અમરેલીમાં સહકારી તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અપાયા

અમરેલી,ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્વયે. અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા આઠ જેટલા તાલીમ કાર્યક્રમોના 450 જેટલા તાલીમી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ અમરેલી ગજેરાપરા બાલમુકુંદ હોલમાં યોજાયો હતો.
જેમાં રાષ્ટ્રીય સહકારી આગેવાન અને ખેડુત નેતા શ્રી દિલીપભાઇ સંઘાણી તેમજ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા ઉપસ્થિત રહયા હતા. સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, બાવકુભાઇ ઉધાડ, અશ્ર્વિનભાઇ સાવલીયા, મનીષભાઇ સંઘાણી, જયંતીભાઇ પાનસુરીયા, ભરતભાઇ ચકરાણી, બાલુભાઇ તંતી, મનસુખભાઇ સુખડીયા, બી.એસ.કોઠીયા, જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓના ડિરેકટરો ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીએ ઉપસ્થિત સૌ મહાનુભાવો, કર્મચારીઓ, યુવાનો, મહિલાઓને આવકાર્યા હતા. અને જણાવેલ કે ટુંકા ગાળામાં જીલ્લા સંઘના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કાર્યક્રમોની વિગત આપતા જણાવેલ કે ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના કર્મચારીઓનો તાલીમ વર્ગ બગસરા ખાતે, સેવા સહકારી મંડળીઓના કર્મચારીઓનો તાલીમ વર્ગ અમરેલી, એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગ, કે.કે.પારેખ કોમર્સ કોલેજ અમરેલીના વિદ્યાર્થીઓ માટેનો યુવક સહકારી શિક્ષણ વર્ગ, યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારીના વિદ્યાર્થીઓનો યુવક સહકારી શિક્ષણ વર્ગ, અમરેલી પ્રતાપરાય આર્ટસ એન્ડ સાયસન્સ કોલેજ અમરેલીની વિદ્યાર્થીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગ, શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીનીઓનો યુવક સહકારી શિક્ષણ વર્ગ યોજાયો હતો. આ પ્રસંગે તાલીમ કાર્યક્રમોના 470 જેટલા તાલીમી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શ્રી દિલીપભાઇ સંઘાણી અને નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.