અમરેલીમાં સહકારી સંસ્થાઓની વર્ચ્યુઅલ સાધારણ સભા યોજાઇ

  • શ્રી દિલીપભાઇ સંઘાણીનાં સન્માન સાથે વર્ષાન્તે એક છત્ર તળે મળતી સાધારણ સભાનો સીલસીલો યથાવત

અમરેલી,
કોરોના હોય કે, કૂદરતી આફત પિરવાર ભાવના સાથે કૃષિ-પશુપાલન-સહકારી પ્રવૃતિમા અમરેલી એક નવાજ અંદાજ સાથે કામ કરી રહેલ છે જીલ્લાની આ સુંદર છાપ આ ક્ષેત્રમા રહેલી દિલીપ સંઘાણીની દિર્ધ ષ્ટિનો પિરચય આપી જાય છે તેમ વર્ષાતે મળતી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા વિવિધ અગ્રણીઓએ જણાવેલ, આ તકે દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા દહગય ના ચેરમેનપદે બિનહિરફ વરણી પામેલ રાષ્ટ્રિય સહકારી અગ્રણી-ખેડૂત નેતા દિલીપ સંઘાણીનું સન્માન કરવામા આવેલ હતું. વિકાસમંત્ર લઈને નિકળેલા વડાપ્રધાન નરેન્ભાઈ મોદીજીના રાજયનું અમરેલી સહકારી પ્રવૃતિને લોકાભીમુખ અને પારદર્શીત કરી જનજન સુધી પહોચતી કરી છે. ભારત સહિત દુનિયાના અન્ય દેશો સહકારી પ્રવૃતિમા ગુજરાતની સહકારી પ્રવૃતિને કોઈને કોઈ રીતે અચુક યાદ કરે છે. કોરોના સંક્રમણમા રીવોલ્વિંગ ફંડ ખેડૂતોને આર્શિવાદરૂપ નિવડયુ તે નોંધનીય બાબત છે.
સભા સંબોધતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે, પ્રવર્તમાન ચાલી રહેલ ખેડૂત આંદોલન કોઈકના ઈશારે અને નિશાને ચાલી રહેલ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદૃો નથી તેથી ખેડૂતોને ઉષ્કેરવાનું કામ કરે છે તેમ જણાવી સરકાર જયારે ખેડૂતો માટે યોજનાઓ કે બીલ લાવે ત્યારે અવરોધવા ઉભો કરવાની કોંગ્રેસની બેવડી નીતીની ઝાટકણી કાઢી હતી. સંઘાણીએ વધુમા જણાવેલ કે, ભવિષ્યમા સહકારી ક્ષેત્રે અમર હની, પીનટ બટર, ઓઈલ મીલ અને ફાર્મ ટુ ફુડ સહિતની કામગીરી સહકારના માધ્યમથી થાય તે અંગેનો ચિતાર આપેલ હતો.
સાંસદ નારણભાઈ કાછડીયા એ જણાવેલ કે, સહકારી સંસ્થાની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા યોજવાનો પ્રશંસનીય પ્રયાસ છે તેને બિરદાવી વધુમા જણાવેલ કે દિલીપ સંઘાણીના પગરવ સાથે જ સહકારી ક્ષેત્રમા નવી ઉર્જા અને અદભુત સંગઠનનું નિર્માણ કરીને તમામ સંસ્થાઓનીસભા એક્સાથે એક સમયે યોજવાનુ સામ્યર્થ કેળવ્યુ છેતેમ જણાવી ટીમ સહકારને બિરદાવેલ. કાછડીયા એ વધુમા જણાવેલ કે, અમરેલી જિલ્લા બેંક ને શુન્ય માંથી સર્જન તરફ દોરી જનાર દિલીપ સંઘાણી છે. ખેતિના વિકાસ,શિક્ષણ કેવ્યવસાય માટે જયા જરૂર હોય ત્યા ખેડૂતોને મદદરૂપ બનતી અમરેલી જિલ્લા બેંક એક એવી બેંક છે જયા ખેડૂતની સમસ્યાઓનુ નિરાકરણ લાવવાના નિરંતર પ્રયાસ થતા રહે છે તેમ જણાવી સરકાર ારા ખેડૂતો માટે ઉપયોગી ક્સિાન નીધી યોજના અને ખેતિવાડીનો વિજ પુરવઠો દિવસે મળે તે માટેની ક્સિાન સર્વોદય યોજના અંગે સવિશેષ જણાવેલ હતું.
યુવા અગ્રણી-નવનિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ જણાવેલ કે, દિલીપભાઈ સંઘાણીએ સહકારના માધ્યમથી કરેલ કાર્યની ઝલક અમરેલી જીલ્લાએ તો નિહાળી છે હવે દેશમા આ પ્રણાલી કામ કરતી થશે અને તેનો શ્રેય દિલીપભાઈ સંઘાણી-સહકાર ટીમને શિરે રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા વેકરીયાએ લોકાભીમુખ સહકારી પ્રવૃતિને અભિનંદન પાઠવ્યા હતા.
દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયાએ પશુપાલન ક્ષેત્રે હજુ પણ આગળ વધીને દુધ ઉત્પાદનમા મોખરાનુ સ્થાન હાસલ કરવા સહકારી ભાવના બળવતર બનાવવાપર ભાર મુક્યો હતો. અમરેલી જિલ્લા ખરીદ-વેંચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ એક સાથે મળતી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની સફળતાનો શ્રેય દિલીપ સંઘાણીને આપ્યો હતો.
વિવિધ સંસ્થાઓમા પ્રતિનિધિત્વ કરતા સહકારી મહિલા આગેવાન ભાવના ગોંડલીયા એ જણાવેલ કે, કોરોના સંક્રમણમા મુશ્કેલ ધંધા-રોજગારને બળવતર બનાવવા સરકારશ્રીની આત્મનિર્ભર યોજના સહકારના માધ્યમ થી લાભાર્થી સુધી પહોચી તે બદલ વડાપ્રધાન નરેભાઈ મોદી, મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, કેીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીની જનહિત સેવાને બિરદાવી હતી ગોંડલીયાએ વધુમા જણાવેલ કે, ભવિષ્યમા ભાગ્ય લક્ષ્મી મહિલા મંડળી દ્રારા ફાર્મ ટુ ફુડ યોજનાપર ભાર મુક્વામા આવ્યો હતો.
ગુજરાત મહિલા ક્રેડીટ કો.-ઓપ. સોસાયટીના ચેરપર્સન ગીતાબેન સંઘાણીએ સહકાર સંમેલનમા મહિલાઓની નોંધપાત્ર હાજરીને બિરદારવી, મહિલાઓ પણ સહકારી પ્રવૃતિના યોદાનમા અગ્રેસર છે તેવુ જણાવી ગ્રામ્ય કક્ષાએ મહિલાઓએ રોજગારી મેળવવા વધુને વધુ આગળ આવવા હાકલ કરી હતી. એસ.પી.ગૃપના પ્રદેશ પ્રમુખ, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ-યુવા આગેવાન મનીષ સંઘાણીએ સહકારી પ્રવૃતિનો બહેાળો લાભ અને તેનું શિક્ષણ ગ્રામ્ય કક્ષાએ વધુમા વધુ ફેલાય તેવા પ્રયાસો જરૂરી હોવાનું જણાવી સહકારની રીત-રસમ અને યોજનાઓ વધુ લોકભોગ્ય બનાવવા સહીયારા પ્રયત્નો અંગે જણાવી, વાર્ષિક સાધાસણ સભામા ઉપસ્થિત સૌ પ્રતિ આદરવ્યક્ત કરેલ. હકારી સંસ્થાઓના વાર્ષિક અહેવાલો રજુ થયેલા જેને ઉપસ્થિ સભાસદ ભાઈઓ-બહેનોએ સામુહીક બહાલી આપેલ. આ તકે અરૂણભાઈ પટેલ, મુકેશભાઈ સંઘાણી, બાલુભાઈ તંતી, વાલજીભાઈ ખોખરીયા, એમ઼ડી.ડો. આર.એસ.પટેલ, દિપકભાઈ માલાણી, જયોત્સાબેન ભગત, અરૂણાબેન માલાણી સહિત સેવા સહકારી મંડળીઓ અને દુધ સહકારી મંડળીઓના વ્યવસ્થાપક ઉપસ્થિત રહેલ સહકાર સંમેલનમા જિલ્લાભરની સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ડીરેકટરશ્રીઓ, ખેડૂતો, પશુપાલકો, શ્રમીકો, મહિલાઓ તથા સહકારી આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, જિલ્લાભરની સહકારી મંડળીઓના પ્રમુખ-મંત્રીશ્રીઓ અને સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત રહયા હતા. સ્વાગત પ્રવચન મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયાએ કરેલ આભાર વિધી અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ ના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ કરેલ તેમ યાદીમા જણાવાયેલ છે.