અમરેલીમાં સહકાર સપ્તાહ નિમિતે શ્રી રૂપાલાનાં હસ્તે ધ્વજ વંદન

  • જિલ્લા સંઘનાં ચેરમેન શ્રી મનીષ સંઘાણીનાં નેતૃત્વમાં
  • સહકાર સપ્તાહ ઉજવણી નિમિતે દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, અશ્ર્વિનભાઇ સાવલીયા, જેન્તીભાઇ પાનસુરીયા સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિ
  • અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા તા.14 થી 20 સુધી ઉજવણી નિમિતે અનેકવિધ કાર્યક્રમોમાં સહકારી ક્ષેત્રનાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે : કાર્યક્રમ માટે તૈયારીઓ

અમરેલી,અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા 67માં અખીલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી નિમિતે કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં 14-11 થી 20-11-20 સુધી ઉજવણી નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાનાં વરદ્દ હસ્તે થનાર છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદે દિલીપભાઇ સંઘાણી અને મુખ્ય મહેમાન પદે નારણભાઇ કાછડીયા તથા ટીમ સહકાર વતી અશ્ર્વિનભાઇ સાવલીયા, જેન્તીભાઇ પાનસુરીયા, મનીષભાઇ સંઘાણી ઉપસ્થિત રહેશે. તા.14 શનિવારે સવારે 9 કલાકે અમર ડેરી ધારી રોડ અમરેલી ખાતે કાર્યક્રમનો લાભ લેવા અમરેલી જિલ્લા સહકાર ટીમે જણાવ્યું છે.