અમરેલીમાં સાંસદશ્રી અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ

  • અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની તમામ શાખાઓ દ્વારા આયોજન થતા તમામ સમાજે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

અમરેલી,
અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજના બ્રહ્મ રત્ન શ્રી પ્રખર ધારાશાસ્ત્રી રાજ્યસભાના સાંસદ સ્વ.શ્રી અભયભાઇ ભારદ્વાજને ભાવાંજલી અર્પણ કરતા પ્રાર્થના સભાનું અમરેલીના અશોક મહાજન પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ. આ પ્રાર્થના સભાના કાર્યક્રમમાં જિલ્લા બ્રહ્મ સમાજ,સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણીશ્રીઓ, જિલ્લાભરના તમામ તાલુકા કચ્છના પ્રમુખ આગેવાનનું તેમજ જુદા જુદા ક્ષેત્રના રાજકીય આગેવાનશ્રીઓ જુદી જુદી સંસ્થાના આગેવાનો તમામ જ્ઞાતીના આગેવાનો એ શ્રી અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ. આ શ્રધ્ધા સુમન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી ઉદયનભાઇ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી છેલદાદા જોષી, શ્રી એમ.જી.જોષી, શ્રી ડી.જી. મહેતા, શ્રી અશ્ર્વિનભાઇ ત્રિવેદી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી શરદભાઇ પંડયા, શ્રી તુષારભાઇ જોષી, શ્રી મુકુંદભાઇ મહેતા, શ્રી પાર્થીવભાઇ જોષી, શ્રી ભગીરથભાઇ ત્રિવેદી, શ્રી નરૂભાઇ ત્રિવેદી, શ્રી રોહીતભાઇ મહેતા, શ્રી ગોપાલભાઇ ભટ્ટ, શ્રી ભાવિનભાઇ ભટ્ટ, શ્રી આનંદભાઇ ભટ્ટ, શ્રી મૌલીક ઉપાધ્યાય, શ્રી ઘનશ્યામભાઇ દાદા શ્રી બિપીનભાઇ જોષી, શ્રી દિગંતભાઇ ભટ્ટ, શ્રી વિપુલભાઇ વ્યાસ, શ્રી યોગેશભાઇ ઠાકર, શ્રી રઘુભાઇ ભટ્ટ, શ્રી પ્રકાશભાઇ આચાર્ય, શ્રી રાજુભાઇ કાબરીયા, શ્રી તેજસ ત્રિવેદી, શ્રી સાહસભાઇ તેમજ જિલ્લા બ્રહ્મ સમાજ મહિલા પાંખના તમામ હોદેદારશ્રી, અ.જિ.વકીલ મંડળના શ્રી મમતાબેન ત્રિવેદી, તેમજ તમામ હોદેદારો આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહયા હતા.