અમરેલીમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા દ્વારા કીટ વિતરણ

કુંડલા શહેરના ગરીબ અને પછાત વિસ્તારમાં આજે કીટ વિતરણ કરાઇ : અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં કીટ રવાના કરાઇ
અમરેલી,
કોરોના સામે લડવા માટે અગાઉ પોતાની સાંસદશ્રી ગ્રાન્ટમાંથી 51 લાખનો ચેક,પછી પોતાના પગારમાંથી એક લાખ અને હવે સંકટના સમયે લોકોને મદદરૂપ થવા માટે સાંસદશ્રી કાછડીયા દ્વારા ગરીબો માટે કીટ રવાના કરાઇ હતી.
અમરેલી જીલ્લાના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા દ્વારા કીટ તૈયાર કરવા કાર્યકરોએ કેરીયા રોડ બાળા હનુમાન મંદિરે કીટ બનાવી હતી અને ગામડાઓમાં ઘંટીઓ માં જઇ અને લોટ દળાવી તૈયાર કર્યો હતો.
આ કીટ સાવરકુંડલા શહેરના ગરીબ અને પછાત વિસ્તારના લોકો માટે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના ઘરનો ચુલો ચાલુ રહે તે માટે મદદરૂપ બનવા લોટ, તેલ, ચોખા, બટેટા, ડુંગળી સહિતની કીટ તૈયાર કરવામાં આવી હતી જે 2000 કીટ તૈયાર કરીને તા.29 રવિવારના સવારે સાંસદશ્રી કાછડીયા તથા અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ અને જિલ્લા ભાજપના યુવા આગેવાન શ્રી કૌશિક વેકરીયા ની ઉપસ્થિતિમાં અમરેલીથી રવાના થઇ સાવરકુંડલા શહેરમાં ગરીબ વિસ્તારોમાં આ કીટ વિતરણ કરવામાં આવી હતી.