અમરેલીમાં સાઇબર ક્રાઇમ સેમીનાર યોજાયો

અમરેલી,ગુજરાત રાજય કાયદા વિભાગ તથા ગૃહ વિભાગ દ્રારા 2 જી ઓકટોબર ગાંધી જયંતી નિમિતે સરકારશ્રીના સુચના મુજબ ડાયરેકટર ઓફ પ્રોશીકયૂશન દવારા રાજયના તમામ જિલ્લાઓમાં જિલ્લા સરકારી વકીલ તથા પોલીસ અધિક્ષકશ્રીના સંયુકત ઉપકમે સાયબર કાઈમ તથા ઈન્વેસ્ટીગેશન ઉપર તમામ જિલ્લાના આશીર્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તથા જિલ્લાનાનાયબ પોલીસ અંધેક્ષકશ્રીઓ તથા પી,આઈ.શ્રીઓને ઉપશેકત વિષય સંદર્ભે તા,2/10/2021 ના રોજ એસ,પી,ઓકીસ ના કોન્ફરન્સ હોલમાં એસ,પી.શ્રી નિર્લિપ્ત રાય તથા મુખ્ય સરકારી વકીલશ્રી જયેન્દૂ બી, રાજગોરના માર્ગદર્શન નીચે સેમીનાર યોજવામા આવેલ. આ સેમીનારમાં નામ, ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તી શ્રી વિ.બી.માયાણી વિશેષ ઉપસ્થિત રહી કાયદા સંબંધે માર્ગદર્શીત કરેલ હતા. તેમજ સાયબર કાઈમ તથા ઈન્વેસ્ટીગેશન સંબંધે વિસ્તૃત કાયદાકીય માહિતી અમરેલીના મદદનીશ સરકારી વકીલશ્રી અજય પી. પંડયા દવારા આપવામાં આવેલ હતુ. તેમાં ઈન્વેસ્ટીગેશન અને તેમાં રહેલ ક્ષતિસંબંધે વિસ્તૃત માહિતી એમ,આર.ન્રિવેદી દવારા આપવામાં આવેલ. તેમજ સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા સરકારી વકીલશ્રી જે.બી.રાજગોર દવારા તથા આભાર વિધિ ડી,વાય.એસ.પી.શ્રી ઓઝા દવારા કરવામાં આવેલ હતી તેમજ ડી.વાય,એસ.પી.શ્રી ભંડારી દવારા પ્રસંગોચિત પ્રવચન કરી સર્વને માર્ગદર્શીત કરેલ હતા. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના મદદનીશ જિલ્લા સરકારી વકીલશ્રીઓ તથા સરકારી વકીલશ્રીઓ તથા એ.,પી.પી.શ્રીઓ તથા પી.આઈ.શ્રી તથા ડી.વાય,એસ,પી.શ્રીઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન કેવલ ભાઈ મહેતા દવારા કરવામાં આવેલ હતુ. અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં જિલ્લાસરકારી વકીલથશ્રીના કલાર્ક પ્રયાગભાઈ રાણવા તથા જી.ડી. કનાડા તથા પ્યુન મહેબુભાઈ કુરેશી દવારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી જે મદદનીશ સરકારી વકીલશ્રી વી.ડી. વડેરાની તથા ભરતભાઈ શિયાળની યાદીમાં જણાવવામાં આવેલ છે.