અમરેલીમાં સાયન્સ સેન્ટર માટે 20 કરોડ મંજુર

અમરેલી,
અમરેલી જિલ્લાના વિધાર્થીઓના વિજ્ઞાન અને પ્રાધ્યોગિકી જ્ઞાનમાં વધારો થાય મનોરંજન સાથે વિજ્ઞાનની માહીતી મળી રહે તેવા સુભાશયથી સાયન્સ સેન્ટર બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે તેમા ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રાધ્યોગિકી વિભાગ તરફથી રૂા.20 કરોડના ખર્ચે અતિ આધ્ાુનિક સુવિધા સાથે સાયન્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ થનાર છે આ માટે અમરેલીના કલેકટર દ્વારા માત્ર 3 જ દિવસમાં જમીનની પસંદગી કરી જમીન ફાળવવાની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવેલ છે.અમરેલી શહેરથી તદન નજીક અમરેલી કુકાવાવ રાજય ધોરીમાર્ગ ઉપર માંગવાપળ ગામની બે એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે હવે બે વર્ષના સમયગાળામાં આ જમીન ઉપર અતીઆધ્ાુનિક સાયન્સ સેન્ટર કાર્યરત થશે જેનો અમરેલી જિલ્લાના વિધાર્થીઓને લાભ મળશે જેનો અમરેલી જિલ્લાના વિધાર્થીઓને લાભ મળશે તેમ અમરેલી કલેકટર દ્વારા જણાવાયું