અમરેલીમાં સાયબર એવરનેશ કાર્યક્રમ યોજાયો

અમરેલી,
સાયબર ક્રાઇમ પો .સ્ટે. અમરેલીએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવે છે.સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલી દ્વારા, તા.31/07/2023ના રોજ ગજેરા સંકુલ-અમરેલી ખાતે, લોકો સાથે વિવિધ રીતે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ, જેવા કે સ્ક્રીન શેરિંગ એપ, ઓ.ટી.પી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વીડીયો કોલ, આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી વિવિધ તરકીબો થી લોકો ભોગ બનતા હોય છે જે અંગે વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા જીલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવે છે.સાયબર ક્રાઈમથી બચવા આટલું ધ્યાનમાં રાખો કોઇપણ બેંક મેનેજર એટીએમ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા જ નથી. કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંકની ડીટેઈલ, એટીએમ કાર્ડ ડીટેઈલ કે ઓટીપી નંબર આપવો નહી. એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી ચેક કરી લેવો, તેમજ પાસવર્ડ જુએ નહી તે સારૂ એટીએમ રૂમમાં અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહી.4) મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઇ કરવી નહી. કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહી. અજાણ્યા ફોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહી. ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહી. નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહી. 01.7 વેબસાઇટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી ફોડ કરતા હોય છે, ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહી. ગુગલ વેબસાઇટમાં ક્યારેય ગુગલ-પે, ફોન-પે, પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહી. જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે. મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો. ફેસબુક, જી-મેઇલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોન્ગ રાખવી જોઇએ વિગેરે સુચનાઓ અપાઇ હતી.