અમરેલીમાં સારવાર દરમિયાન કુંડલાના કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યું

  • સાવરકુંડલાના આડી શેરીના 65 વર્ષીય પુરૂષ દર્દીનું મૃત્યું : જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો : 8 દર્દીઓ સાજા થયા : 28 દર્દીઓ સારવારમાં : કુલ કેસની સંખ્યા 3748 થઇ

અમરેલી,
અમરેલીમાં સારવાર દરમિયાન કુંડલાના કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.અમરેલી જિલ્લામાં જતા જતા પણ કોરોના ફુંફાડો મારતો હોય તેમ શનિવાર અને રવિવારે કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા બાદ સોમવાર ખાલી ગયો હતો ત્યાં આજે મંગળવારે અમરેલીમાં સારવાર દરમિયાન કુંડલાના કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યું હતુ. સાવરકુંડલાના આઝાદ ચોક પાસેની આડી શેરીના 65 વર્ષીય પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું થયુ હતુ અને આજે જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો છે જ્યારે 8 દર્દીઓ સાજા થયા હતા અને 28 દર્દીઓ સારવારમાં છે જ્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા જિલ્લામાં 3748 થઇ છે.