અમરેલીમાં સારવાર દરમિયાન મતીરાળા ગામના કોરોના પોઝિટિવ વૃધ્ધનું મૃત્યું

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત હોય તેમ કોરોના હટવાનું નામ લેતો નથી. કોરોનાને કારણે વધુ એક વૃધ્ધનું મોત થયું છે. જ્યારે 31 દર્દીઓ સારવારમાં છે.
અમરેલી જિલ્લામાં 371 કો – વેક્સીન આપવામાં આવી હતી અને કોરોનાના 3 કેસ નોંધાયા હતા જ્યારે બે દર્દીઓ કોરોનામુક્ત થયા હતા અને 31 દર્દીઓ હજુ સારવારમાં છે તેવા સમયે અમરેલીમાં સારવાર લઇ રહેલા લાઠી તાલુકાના મતીરાળા ગામના 65 વર્ષના કોરોના પોઝિટિવ વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ.