અમરેલીમાં સારસ્વત ભવનનું લોકાર્પણ કરાયું

અમરેલી,
અમરેલી જીલ્લા આચાર્ય સંઘ દ્વારા સારસ્વત ભવન (આચાર્ય સંઘ કાર્યાલય)નું લોકાપર્ણ નવનિયુકત આચાર્યશ્રીઓનું નિવૃત આચાર્યશ્રીઓનું અભિવાદન સમારોહ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં તા. 21-9 ગુરૂવારના યોજાયો હતો. સારસ્વત ભવનનું લોકાપર્ણ કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.જીલ્લા આચાર્ય સંઘના મહામંત્રી મુંકુંદભાઈ મહેતા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ ગ્રાન્ટેડ શાળાના પ્રશ્ર્નો બાબતે વિસ્તૃત અહેવાલ આપેલો હતો. આ પ્રસંગે જીલ્લા સંઘના પ્રમુખ સી.પી. ગોંડલીયા દ્વારા અમરેલી જીલ્લા આચાર્ય સંઘ દ્વારા કરવામાં આવેલ. વર્ષભરની પ્રવૃતિઓ તેમજ આચાર્ય સંઘના કાર્યાલય અંગે વિસ્તૃત માહિતિ આપી હતી. આ પ્રસંગે રાજય આચાર્ય સંઘના ભરતભાઈ ચૌધરી દ્વારા રાજયના આચાર્યશ્રીઓના વિવિધ પ્રશ્ર્નો ઉકેલ માટે થયેલ કાર્યવાહી અને આગામી આંદોલનના કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ભનુભાઈ પટેલ , રાજય આચાર્ય સંઘના પ્રવકતાએ અમરેલી જીલ્લા આચાર્ય સંઘની સક્રિયતાને બિરદાવેલ હતી. નવનિયુકત આચાર્યશ્રીઓને આચાર્ય તરીકેની ભુમિકા ઉતમ રીતે નિભાવવા શીખ આપી હતી.જીલ્લા આચાર્ય સંઘના પુર્વ પ્રમુખ અજીતસિંહ ગોહિલ દ્વારા સંઘના પ્રમુખ અને મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. નિવૃત આચાર્યશ્રીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તૄષારભાઈ જોશીએ પણ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયા તથા વસંતભાઈ મોવલીયાએ નવનિયુકત આચાર્યશ્રીઓ તેમજ નિવૃત આચાર્યશ્રીઓને સન્માનિત કરેલ હતા. અને શુભેચ્છા પાઠવી હતી. પ્રાસંગિક ઉદબોધનમા કૌશિકભાઈ વેકરીયાએ રાજય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના પ્રશ્ર્નોના નિકાલ બાબતે વાકેફ કરેલ હતા. અને જીલ્લાના કોઈપણ શૈક્ષણિક પ્રશ્ર્નોના નિકાલ માટે તત્પરતા દર્શાવેલ હતી. આ પ્રસંગે જીલ્લા આચાર્ય સંઘના મહામંત્રી મુંકુંદભાઈ મહેતાનું અમરેલી જીલ્લા બ્રહમ સમાજના પ્રમુખ તરીેકે નિયુકિત બદલ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જીલ્લા શિક્ષણ નિરિક્ષક લતાબહેન ઉપાધ્યાયની સુંદર , પારદર્શક વહીવટી કામગીરી બદલ જીલ્લા આચાર્ય સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આભારવિધિ વિપુલભાઈ વ્યાસ દ્વારા તેમજ કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ વડાવીયા દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ ઘેટીયા, વિપુલભાઈ ભટ , હસમુખભાઈ કરડ , અમિતભાઈ ઉપાધ્યાય , ઉમેશભાઈ ભંડેરી , જીતુભાઈ ભંડેરીએ જહેમત ઉઠાવી