અમરેલીમાં સારહી જન્માષ્ટમી લોક મેળાનો રવિવારથી પ્રારંભ

અમરેલી,

મરેલીમાં સારહી યુથ કલ્બ દ્વારા જન્માષ્ટમી નીમીતે સેવા કીય પ્રવૃતીના લાભાર્થે તા.3 થી તા.8 સુધી ફોરવર્ડ સ્કુલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જન્માષ્ટમી લોક મેળો યોજાશે જેનું ઉદ્ઘાટન તા.3 બપોરે 2:30 કલાકે કરાશે. ઉદઘાટન સમારોહના અધ્યક્ષ પદે મહંતશ્રી ભક્તિરામબાપુ, શ્રી મહાવીરબાપુ, તથા ઉદઘાટક તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી મુખ્ય મહેમાન તરીકે કૌશીકભાઈ વેકરીયા અને નારણભાઈ કાછડીયા, મહેશભાઈ કસવાલા, જે.વી .કાકડીયા, જનકભાઈ તળાવીયા, અશ્ર્વીનભાઈ સાવલીયા, મનીશાબેન રામાણી, શૈલેશભાઈ સંઘાણી, પી.પી. સોજીત્રા, રાજેશભાઈ કાબરીયા, ભાવેશભાઈ સોઢા, પરેશભાઈ ધાનાણી, અંબરીશભાઈ ડેર, વિરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત,શ્રીમતી રેખાબેન મોવલીયા, તથા અતીથી વિશેષ પદે કલેક્ટરશ્રી અજય દહ્યા, એસપીશ્રી હિંમકરસિંહ અને મહાનુભવો ઉપસ્થિત રહેશે તેમ મુકેશભાઈ સંઘાણી દ્વારા જણાવાયુ .