અમરેલીમાં સીવીલમાં ઇમરજન્સીમાં આવતા દર્દી ખરાબ માર્ગથી ઠેબા ખાય છે

અમરેલી, જનરલ હોસ્પિટલ અમરેલી કેમ્પસમાં આવેલ એસ.ટી.બસ સ્ટેેન્ડ થી લાઠી રોડ સુધીનો જોડતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. ડિલેવરીના દર્દીઓને ખુબ જ મુશ્કેેલીઓ પડે છે. તથા અકસ્માતના દર્દીઓને પણ મુશ્કેેલીઓ થતી હોય માટે લાઠી રોડ થી એસ.ટી.બસ સ્ટેેન્ડ રોડ ભુગર્ભ ગટરના કારણે ખાડા ખુબડ વાળો હોય તો સત્વરે આપના દ્વારા નવો સીસી રોડ બનાવી આપવા માટે અમરેલીના સિવિલ સર્જને સરકારના પીઆઇયુ વિભાગને રજુઆત કરી છે. જયા રેડક્રોસ સોસાયટીની બ્લડ બેન્ક આવેલી અને જનઔષધી ભંડાર છે.તેવો આ માર્ગ માર્ગ અને મકાન કે પાલિકાને બદલે પીઆઇયુ નામના કોઇને ખબર ન હોય તેવા વિભાગના હવાલે છે .જેના કારણે લોકોેને રજુઆત કરવી હોય તો કોને કરવી ? તેની મુંજવણ સાથે રોષ ભભુકી રહયો છે.