અમરેલીમાં સીસી રોડ બનાવવા રૂપિયા પાંચ કરોડ મંજુર

  • સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજુરી અપાઇ : કોમલબેન રામાણી દ્વારા પ્રયાસો સફળ

અમરેલી,
અમરેલી બાંધકામ ચેરમેન શ્રીમતી કોમલબેન રામાણીની રજુઆતથી આરસીસી રોડ બનાવવા પાંચ કરોડ ચવુદ લાખ 78 હાર છસો મંજુર કરવામાં આવ્યાં છે. પાલીકાનાં મ્યુનીસીપલ એન્જીનીયર એચપી ખોરાસીયા તરફથી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજુરી અપાતા અમરેલીનાં ચક્કરગઢ મેઇન રોડથી બાયપાસ સુધી બંને સાઇડ અને લાઠી રોડ ધરમ નગરથી તેમજ ધારી રોડ ખોડલપાનથી બચુભાઇ રોકડની દુકાન સુધી એજ રીતે અક્ષરધામથી કાળુભાઇ હપાણીનાન ઘર સુધી અને પટેલ કોલોનીથી નસીતવાડી તથા ફુલારા ચોકથી સામુદ્રી મંદીર, વોર્ડ નં.3માં ગોપાલનગર 1 અને 2 તથા ક્રિષ્નાપાર્ક રોડ અને કથીરીયાપરા મેઇન રોડથી વાલ્મીકી વાસ, ઘનશ્યામનગરથી સરદાર ચોક, વેસ્ટર્ન પાર્ક ભીમ સોસાયટી, ભાવકાભવાની મંદીર, દિપક હાઇસ્કુલ રોડ, મણીનગર જલારામ સોસાયટીથી ત્રંબકેશ્ર્વર મંદીર, મીની કસ્બા એરીયા, રોકડવાડી, સામુદ્રી માતા મંદીર, લક્કી ટ્રાવેલ્સથી અમરેલીયા શેરી, ગોપી સીનેમાથી દેનાબેંક સોસાયટી, ક્રિષ્ના ઓટોથી એમ્બ્યુલન્સ એસીસીએશન તથા ગોળીબાર ટેકરા અને હનુમાનપરા શેરી નં.1,2,4 અને પ તથા વોર્ડ 9માં મનુભાઇ માધડનાં ઘરથી બાબુભાઇ ચાવડાનાં ઘર સુધી સીસી રોડ બનાવવા આયોજન થયું છે તેમ નગરપાલીકા બાંધકામ ચેરમેન શ્રીમતી કોમલબેન રામાણીએ જણાવ્યું છે.