અમરેલીમાં સીસી રોડ સાઇડે માટી પુરાણ કરવી જરૂરી

  • મહામુસીબતે સીસી રોડ તો શરૂ થયો પણ
  • નવા સીસી રોડમાં કડો અને સાઇડ ખાલી હોવાથી વાહનચાલકો ગમે ત્યારે ઉથલી પડે છે : રોષ

અમરેલી,
અમરેલી શહેરમાં અમુક વિસ્તારોમાં બનેલા સીસી રોડની સાઇડો ખુલ્લી હોવાથી અને ભરતી ન કરાતા વાહનો નીચે ઉતરી પડે છે ઉપરાંત સીસી રોડની કડોને કારણે અવાન નવાર વાહનચાલકો ઉથલી પડતા હોવાથી રોડની બંને સાઇડે માટી પુરાણ કરવુ જરૂરી છે શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક રોડની વચ્ચે કડો હોવાથી અવાર નવાર વાહન અકસ્માતો પણ સર્જાય છે. હાલ શહેરમાં એક તરફ રોડ સાઇડે કીચડ પડયો છે બીજી તરફ સીસી રોડના કામો પણ શરૂ હોય તેથી લોકોને જવા આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સીસી રોડ જ્યાં બનતો હોય ત્યાં એક સાઇડ અવર જવર સાવ બંધ થઇ જતી હોય જ્યારે સામેની સાઇડે ટ્રાફીક પણ સારો એવો જોવા મળે છે પરંતુ રોડ સાઇડ ખાલી હોવાથી બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.