અમરેલીમાં સોમથી શુક્ર સુધી 24 કલાક ઓઇલમીલો ચાલુ રહેશે

અમરેલી,(ડેસ્ક રિર્પોટર)
કોરોના ના ફફડાટ વચ્ચે લોકડાઉન દરમિયાન કોઇ વસ્તુઓની અછત ઉભી ન થાય તેના માટે ઘર આંગણે જીવનજરુરી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરવા માટે અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓક દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે.
સતત વિડીયો કોન્ફરન્સના દોર સાથે ગઇ તા. 26ના રોજ અમરેલી જિલ્લામાં ઓઇલ માત્ર 12 કલાક માટે ચાલુ હતી તેને હવે સોમવારથી શુક્રવાર સુધી સતત 24 કલાક ઓઇલમીલો ચાલુ રાખવાનો કલેકટરશ્રીએ સુધારા હુકમ કર્યો છે અને તેમા પાંચ લોકોને પાસ આપવાનો પણ હુકમ કરાયો છે.
આ ઉપરાંત કોટનમીલો, જીનીંગ પ્રોસેસ અને કપાસની ઓઇલ મીલોને સવારે આઠથી રાત્રે આઠ સુધી ચાલુ રાખવાનો હુકમ કર્યો છે.
અને જિલ્લામાં ખેત ઓજારનું રીપેરીંગ અને વેંચાણ બન્ને એક જ સ્થળે હોય ત્યા અને મોટર રિવાઇન્ડીંગ રીપેર અને વેંચાણ સાથે હોય ત્યા તથા પેટ્રોલપંપ સાથે જોડાયેલા ગેરેજ અને સર્વિસ સ્ટેશનોને સવારે સાતથી બપોરના એક વાગ્યા સુધી સોશ્યલ ડીસ્ટન્સ અને સેનીટાઇઝરના નિયમો સાથે છુટ આપવામાં આવી છે.
જો કે હાલમાં અમરેલીમાં પેટ્રોલ પંપની સાથે એટેચ હોય તેવા સર્વિસ સ્ટેશન કે ગેરેજ નથી.
પણ સો મીટર નજીકનું હોય તો ગેરેજ અને પંચર વાળાને પણ પેટ્રોલ પંપની સમંતી સાથે 24 કલાક માટે એક જ વ્યકતીની હાજરીની શરતે ચાલુ રાખવા દેવાશે તેવો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે.