અમરેલીમાં સોશ્યલ મીડીયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પોસ્ટ કરનાર બે સામે તપાસ

  • સોશ્યલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીન્ો લગતી પોસ્ટ મૂકનારા અન્ય સામે પણ કડક કાર્યવાહી
  • એસઓજીના શ્રી મોરી દ્વારા અમરેલીની બે ઇન્સ્ટાગ્રામ આઇડીને આઇડેન્ટીફાઇ કરાઇ

અમરેલી,
સોશ્યલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પોસ્ટ કરનારા શખશો સામે અમરેલી એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી શરુ કરાવમાં આવી છે અને આવી પોસ્ટ મૂકનાર બે આઈડીને આઈડેન્ટિફાય કરવામાં આવી છે.
અમરેલી એસઓજી દ્વારા જુદા જુદા બે શખશો સામે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે જે મુજબ વીવો કંપનીના પી-પ મોડેલના મોબાઈલ નંબરમાંથી બીએસએનએલના સીમકાર્ડ દ્વારા ચાલતા ઈન્ટરનેટના માધ્યમથી બનાવવામાં આવેલી એક ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફીક પોસ્ટ કરાવામાં આવી હોવાના મુદ્દે તેની સામે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એચટીસી કંપનીના એક મોબાઈલમાંથી પણ જીઓ કંપનીના સીમકાર્ડ દ્વારા ચાલતા ઈન્ટરનેટરની મદદથી પોતાની ઈમેલ આઈડીથી ઈન્સ્ટાગ્રામમાં ખાતુ બનાવીને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં હતાં. બાદમાં એસઓજી પોલીસ દ્વારા તપાસ કરાતા આ શખશે પોતાનો મોબાઈલ નંબર કોઈને વેચી નાખ્યો હોવાનું અને પોતાનું આઈડી પણ પોતે ભૂલી ગયો હોવાનું પોલીસને જણાવાયું હતું. આ બન્ને સામે અમરેલી એસઓજીની ટીમ દ્વારા જાણવાજોગ નોંધ કરીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહીથી આવા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ રીત્ો સોશ્યલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી પોસ્ટ મૂકનારા અન્ય શખશો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાવામાં આવશે તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું હતું.