અમરેલીમાં સ્ત્રીશક્તિ મેદાને : મહિલા પોલીસની ફલેગ માર્ચ

  • ચુંટણી અને વર્તમાન સ્થિતીને ભરી પીવા અમરેલી જિલ્લાભરમાં પોલીસ તંત્ર દ્વારા અવિરત ફલેગ માર્ચ 

અમરેલી, ચુંટણી અને વર્તમાન સ્થિતીને ભરી પીવા તથા લોકો શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે અને ડરે નહી તે માટે અમરેલી જિલ્લાભરમાં પોલીસ તંત્ર દ્વારા અવિરત ફલેગ માર્ચ યોજાઇ રહી છે આજે અમરેલીમાં સ્ત્રીશક્તિ મેદાને આવી હોય તેવો માહોલ સર્જાયો હતો અમરેલીના શહેરના રાજમાર્ગો ઉપર મહિલા પોલીસની વિશાળ ફલેગ માર્ચ યોજાઇ હતી.ફલેગ માર્ચમાં અમરેલી જિલ્લાના મહીલા પીએસઆઇ શ્રી એપી ડોડીયા, શ્રી એચ.એ. સેગલીયા, શ્રી એમ. જી.ગોહિલ તથા જિલ્લાભરની સ્ત્રીશકિત સમી મહીલા પોલીસે શહેરમાં ફરી અને નિર્ભયતાનો સંદેશ આપ્યો હતો આ ફલેગ માર્ચમાં ઘોડેસ્વાર પોલીસના માઉન્ટેડ યુનિટના પીએસઆઇ શ્રી કે.એસ. ભેવલીયાની ટુકડી તથા હેડક્વાર્ટરમાં તાલીમાર્થીઓને શિક્ષણ આપતા પીએસઆઇ શ્રી એ.વી. સરવૈયા તથા મહીલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત જિલ્લાભરમાંથી મહિલા પોલીસ અને તાલીમાર્થી મહીલા પોલીસ પણ જોડાઇ હતી.