અમરેલીમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ગોબરઘન યોજનાનો પ્રારંભ

અમરેલી,
જિલ્લા ગ્રામ વિકાસ યોજના હસ્તક ચાલતી ગ્રામ્ય સ્વચ્છતા અને સ્વસ્થતા માટે અવિરત કામગીરી કરતી સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજનામાં વઘુ એક ઘટક જોડી સરકારશ્રી દ્વારા ગ્રામ્ય સુખાકારીમાં વઘારો કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ રહેતા અને પશુઘન ઘરાવતા લાભાર્થીઓ કે જે ઓછામાં ઓછા 2-3 પશુ અને 80 ચો.ફુટની માલીકીની જગ્યા ઘરાવતા હોય તો રાજય કક્ષાએથી નેશનલ ડેરી ડેવલો5મેન્ટ બોર્ડ મારફત રૂા.42000/- ના મુલ્યનો ગોબરગેસ પ્લાન્ટ આ5વામાં આવે છે. જેમાં લાભાર્થીએ રૂા.5000/- નો ફાળો ડીમાન્ડ ડ્રાફટ સ્વરૂપે શઘઘમ્ને જમાં કરાવ્યેથી રૂા.37000/- ની સબસીડી મળવાપાત્ર થાય છે. જો લાભાર્થી મનરેગાના વ્યકિતગત લાભ આપવાની પાત્રતા ઘરાવતો હોય તો કરવાના થતા 2 ખાડા માટે રૂા.12000/- મનરેગા યોજનામાંથી પણ મળવાપાત્ર થાય છે. તો આવો, ગ્રામ્ય કક્ષાને પ્રદુષણ રહિત બનાવવા, જાહેરમાં ગંદકી અને ઉકરડા નિકાલ કરવા, તથા બહેનોને ચુલામાં ઘુમાડાથી તથા વાતાવરણને પ્રદુષણ મુકત કરવા, મોંઘા થતા રસોઇના ગેસના બાટલાના ભારણમાંથી મુકત કરવા, કુદરતી ગેસનો ઉપયોગ કરીએ અને વઘુમાં વઘુ આ યોજનાનો લાભ મેળવીએ જેના માટે જે તે લાભાર્થીએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતનો સંપર્ક કરવો