અમરેલીમાં હજુ એસટી ડેપોના નવા બિલ્ડીંગના ઠેકાણા નથી

  • સરકારે કરોડોનાં ખર્ચે એસટી ડેપો મંજુર કરાવ્યો પણ
  • દિવાળીએ કામ પુરૂ કરવાનું હતુ પણ હજુ છ મહિનેય કામ પુરૂ થાય તેમ નથી : ક્યારે પુરૂ થશે તેવો વેધક સવાલ

 

અમરેલી,
રાજય સરકારે નવો અધતન એસટી ડેપો બનાવવા મંજુરીના મહોર મારયા બાદ ટેન્ડરીંગ પ્રક્રિયાના અંતે કામગીરી શરૂ થઇ અનેક વિટમણાઓ વચ્ચે સ્ટ્રકચર ઉભુ થઇ ગયુ પણ હજુ ઇનત સાઇડમાં દિવાલો, શટર, પ્લાષ્ટર, ફલોરીંગ, ટાઇલ્સ સહીતના મોટાભાગના કામો બાકી છે આ દિવાળીએ તો કામ પુરૂ થાય તેમ લાગતુ નથી હજુ છ મહિનેય કામનો અંત આવે તો સારૂ છે હાલ ઘણા લાંબા સમયથી એસટી એ એસટી ટેમ્પરી સ્ટેન્ડ બનાવ્યું છે.ત્યાં પેસેન્જરોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો નવા એસટી ડેપોનું કામ પુરૂ થાય તો લોકોને રાહત રહે તેમ છે. આગામી ચોમાસુ પણ કાઢી ન નાખે તો સારૂ.