અમરેલી,
અમરેલી,સાવરકુંડલા રોડ,ફાટક ઉતરતા,ખોડીયાર ગેરેજની સામે,મફતીયાપરા ખાતે બનેલ હોય અને આ કામે આરોપીઓ પોતાના રહેણાંક મકાને અંદરો અંદર ઝગડો કરતા હોય જેથી મરણ જનાર સંજયભાઇ મેપાભાઇ જોગદીયા આરોપીઓને સમજાવવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓ ફરીયાદીના રહેણાંક મકાનના પાછળના દરવાજેથી ગેરકાયદેસર ગૃહ અપ-પ્રવેશ કરી મરણજનારને ગાળો આપવા લાગેલ હોય સંજયભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપી રાકેશભાઇ રામજીભાઇ મકવાણા એ પોતાના પેન્ટના ખીચ્ચામાથી છરી કાઢી સંજયભાઇના વાસાના ભાગે એક ઘા મારેલ અને આરોપી કરણભાઇ રામજીભાઇ મકવાણાએ મરણજનારને પકડી રાખી રાકેશભાઇએ ફરી વાર મરણજનારને સાથળના ભાગે બે છરીના ઘા મારી મોત નીપજાવી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મ્હે.અધીક જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હાને અંજામ આપી નાસી ગયેલ હોય.અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ તથા પોલીસ સબ ઇન્સ.આર.એચ.રતન દ્વારા આરોપી અંગે યોગ્ય તપાસ કરી અને હ્યુમન સોર્સ દ્વારા આરોપીઓ અંગે જાણકારી મળેલ કે,આરોપીઓ અમરેલી, બહારપરા,ગાયત્રી મોક્ષ ધામની પાછળ આવેલ નદીમા આવેલ બાવળની કાંટ મા ક્યાંક છુપાયેલા હોય જેથી નદીમા જવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી કામનાથ મહાદેવ મંદીર તથા રેલ્વે બ્રીજના બન્ને છેડા તરફથી મોક્ષધામની પાછળ આવેલ નદીના પટમા બાવળની કાંટમા ચારે બાજુથી કોર્ડન કરી સર્ચ કરવામા આવેલ હોય અને આશરે ત્રણેક કલાક અરોપીઓની શોધખોળ બાદ આરોપી ) રાકેશ રામજીભાઇ મકવાણા ઉ.વ.33 ધંધો.ડ્રાઇવીંગ 2) કરણ રામજીભાઇ મકવાણા ઉ.વ.24 ધંધો.છુટક મજુરી રહે.બન્ને અમરેલી, સાવરકુંડલા રોડ, ફાટક ઉતરતા,ખોડીયાર ગેરેજની સામે, મફતીયા પરા તા.જી.અમરેલી પકડાયેલ આરોપી રાકેશ રામજીભાઈ મકવાણાને પકડી પાડેલ છે. આગળની તપાસ પોલીસ સબ ઇન્સ.આર.એચ.રતન ચલાવી રહેલ છે.