અમરેલીમાં હિસ્ટ્રીશીટરોને પાઠ ભણાવતા શ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા આગવી ઢબે અવિરત કામગીરી શરૂ છે અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર સતત અંકુશ રાખવામાં આવી રહ્યો છે તેમના દ્વારા લેવાતા વિવિધ પગલાં વધુ એક પગલાં ઉમેરો થયો છે તેમણેઅમરેલીમાં હિસ્ટ્રીશીટરોને બોલાવી અને પાઠ ભણાવ્યો હતો.
અમરેલી જિલ્લાભરમાંથી પોલીસ ચોપડે નોંધાયેલા હિસ્ટ્રીશીટરોને અમરેલી ખાતે બોલાવી દરેક ની હાલ ની પ્રવૃતિ શું છે તેની પૂછપરછ એસપી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
જો કાયદાનો ભંગ કરનારા લોકો પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ ન છોડે તો કાયદો તેને અટકાવવા અને સુધારવા માટે સક્ષમ છે તેનું ગુરુ જ્ઞાન એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા આપવામાં આવ્યું હતું.