અમરેલીમાં હેલ્થકાર્ડ વાળા એક હજાર લોકો ગાયબ

  • અમરેલીમાં કોરોનાને અટકાવવા માટે તંત્ર ઉંધેમાથે : લોકો દ્વારા સહકારનો અભાવ : પરિણામ ખતરનાક આવશે
  • અમરેલીમાં સાડા ત્રણ હજાર હેલ્થકાર્ડ નીકળ્યા હતા રીન્યુ માત્ર સતરસો જ થયા : એક હજાર જેટલા હેલ્થકાર્ડ ધારકોને શોધવા માટે નગરપાલિકા અને આરોગ્ય તંત્ર ઉંધેમાથે
  • કોરોના ટેસ્ટ વગરનાં હેલ્થકાર્ડ ધારકો સુપરસ્પ્રેડર બની કોરોનાનો બોમ્બ બની હાહાકાર મચાવવાનાં છે :
    હેલ્થકાર્ડ ધારકોને પુરી દેવામાં આવતા હોવાની ખોટી અફવાઓ કારણભુત

અમરેલી,
અમરેલી શહેરમાં કોરોનાનાં કેસો ભયંકર રીતે વધી રહયા છે અને તેને અટકાવવા માટે તંત્ર ઉંધેમાથે પ્રયાસો કરી રહયુ છે પણ લોકો દ્વારા સહકારનો અભાવ હોય અમરેલી શહેરનું પરિણામ ખતરનાક આવશે તેવું મનાઇ રહયુ છે આ વચ્ચે વધ્ાુ એક ચિંતાજનક બાબત એ સામે આવી છે કે અમરેલીમાં હેલ્થકાર્ડ વાળા એક હજાર લોકો ગાયબ થઇ ગયા છે. જ્યારે નોંધણી થઇ ત્યારે અમરેલીમાં સાડા ત્રણ હજાર હેલ્થકાર્ડ નીકળ્યા હતા અને રીન્યુ કરવાનો સમય થયો ત્યાારે માત્ર સતરસો જ કાર્ડ રીન્યુ થયા હતા અને એક હજાર જેટલા હેલ્થકાર્ડ ધારકોને શોધવા માટે તો નગરપાલિકા અને આરોગ્ય તંત્ર ઉંધેમાથે થયુ છે.
આની પાછળનું એક કારણ એ પણ છે કે હેલ્થ કાર્ડ રીન્યુની કામગીરી જિલ્લા પંચાયતમાં થતી હતી તેને અચાનક જિલ્લા પંચાયતનું બિલ્ડીંગનું કામ હલકી કક્ષાનું થયુ હોવાનું બહાર આવ્યા બાદ સ્થળ ફેરવી નાખવામાં આવ્યુ હતુ અને તેની કોઇને જાણ કરાઇ ન હતી જેના કારણે મોટાભાગના હેલ્થકાર્ડ ધારકો રીન્યુ કરાવવા માટે ક્યાં જવાનુ છે તે જાણવા માટે આથડી રહયા છે.
અને આ કોરોના ટેસ્ટ વગરનાં હેલ્થકાર્ડ ધારકો સુપરસ્પ્રેડર બની કોરોનાનો બોમ્બ બની હાહાકાર મચાવવાનાં છે તેમાં કોઇ શંકા નથી વળી અમરેલી શહેરમાં એક એવી પણ અફવા ઉડી છે કે હેલ્થકાર્ડ ધારકોને ટેસ્ટ કરી સામાન્ય શંકા ઉપરથી પુરી દેવામાં આવતા હોવાની વાતથી ગભરાટ ફેલાયો છે આવી ખોટી અફવાઓ પણ આના માટે કારણભુત છે સરકારી તંત્ર આના માટે વિગતે સ્પષ્ટતા કરે તે જરૂરી છે.