અમરેલીમાં હોટલ-રેસ્ટોરન્ટની સમય મર્યાદા વધારવા માંગણી

અમરેલી,અમરેલી રેસ્ટોરન્ટ એન્ડ પાર્લર એસોસીએશને કલેકટરને આવેદનપત્ર પાઠવી રેસ્ટોરન્ટ તથા પાર્લરની સમય મર્યાદા વધારવા માંગ કરી છે અને રજુઆતમાં જણાવ્યુ છે કે હાલ કોરોના વાયરસ મહામારીના સંક્રમણનો ફેલાવો અટકે તે માટે તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ તથા પાર્લરોના ગ્રાહક માટે પાર્લર સુવિધા સાથે સવારે 7 થી 4 વાગ્યા સુધીનો સમય મર્યાદા નક્કી કરી છે પરંતુ અમરેલી જિલ્લા મથકનું હોય અને બહારગામથી દવાખાનાના કે વેપાર ધંધાના કામે અથવા અન્ય કારણોસર આવતા લોકોનો ઘસારો રહેતો હોય તેથી આ લોકોને બપોરે કે સાંજે રેસ્ટોરન્ટ અંદર સરકારની ગાઇડલાઇન મુજબ જમાડી શકતા નથી પરિણામે બાળકો દર્દીઓના સગાઓ વેપારીઓ નોકરીયાતો અન્ય શહેરમાં રહેતા પરિવાર વિહોણા લોકોને કે શહેરમાંથી પસાર થતાં મુસાફરોને જમવાની ભારે હાલાકી હોય રેસ્ટોરન્ટ તથા પાર્લરની સમય મર્યાદા વધારી સવારે 11 થી 3 સુધી અને સાંજે 6 થી 10 સુધી સમય આપવા સોશ્યલ ડીસ્ટન્સીંગના કડક અમલ સાથે સરકારની ગાઇડલાઇન મુજબ રેસ્ટોરન્ટની અંદર ગ્રાહકોને જમાડવાની મંજુરી આપવા અમરેલી રેસ્ટોરન્ટ એન્ડ પાર્લર એસો.એ કલેકટરને રજુઆત કરી હતી.
આ રજુઆત વેળાએ ક્રિષ્ના ડાયનીંગ હોલવાળા રમેશભાઇ શિંગાળા, આંગન રેસ્ટોરન્ટ વાળા રાજુભાઇ માંગરોળીયા, ખોડીયાર ડાયનીંગ હોલ કિશોરભાઇ, ભગવતી ડાયનીંગ હોલ પરેશભાઇ ઠાકર,, અવધ રેસ્ટોરન્ટ જગદીશભાઇ વઘાસીયા, નારાયણ ડાયનીંગ હોલ, શ્યામ ડાયનીંગ હોલ જયેન્દ્ર શિંગાળા, શીતલ પાર્લર દિનેશભાઇ ભુવા, ઠાકર થાળ રવિભાઇ ઠાકર, રાધ્ો શ્યામ રેસ્ટોરન્ટ દિનેશભાઇ સાવલીયા, શ્રીજી રેસ્ટોરન્ટ, પારસ રેસ્ટોરન્ટ હરજીવનભાઇ ટાંક, હોટલ ચિત્રકુટ જયસુખભાઇ, મોમાઇ ઢાબા રવિરાજભાઇ વાળા, ગોવિંદા ઢોસા શરદભાઇ ઇડલીવાળા , રાધ્ો રેસ્ટોરન્ટ રમેશભાઇ ખુંટ, રાધિકા રેસ્ટોરન્ટ, ગોપાલ રેસ્ટોરન્ટ, રસથાળ અશોકભાઇ રજોડીયા, શિવધારા રેસ્ટોરન્ટ જયસુખભાઇ જાત્રુડા, તુલસી રેસ્ટોરન્ટ લાલજીભાઇ મકવાણા, શ્યામ રેસ્ટોરન્ટ ગીરીશભાઇ ત્રાપસીયા, પીઝા પોઇંટ ધાનાણીભાઇ, વલ્લભ રેસ્ટોરન્ટ એપી બોરડ, સુર્યગાર્ડન રેસ્ટોરન્ટ અરૂણભાઇ કોરાટ, ચાઇના ટાઉન ઉદયભાઇ ગોહીલ, અમીરસ ફાસ્ટફુડ ગૌતમભાઇ, બાપા સીતારામ રમેશભાઇ, યુએસપીઝા, એન્જલ રેસ્ટોરન્ટ એસ.કે., સીટી પોઇંટ ગૌરાંગ તેરૈયા, અન્નપુર્ણા રેસ્ટોરન્ટ, અક્ષર રેસ્ટોરન્ટ, ગણેશ ડાયનીંગ હોલ ભરતભાઇ ગોહીલ, અક્ષર હોટલ વિગેરે ઉપસ્થિત રહયા હતા આ રજુઆતની નકલ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી અને દિલીપભાઇ સંઘાણીને પણ પાઠવેલ છે તેમ અમરેલી રેસ્ટોરન્ટ એન્ડ પાર્લર એસો.ના પ્રમુખ રમેશભાઇ શિંગાળાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.