અમરેલીમાં હોલસેલ તથા રીટેઇલ મેડીકલ સ્ટોરો તારીખ 18 થી સાંજના 5 વાગ્યા પછી બંધ રાખશે

  • કોરોનાના સંકમણને ધ્યાને રાખીને
  • ઇમરજન્સી કેસોમાં ડોકટરના ટાઇમને અનુકુળ સમય મેનેજ કરી શકશે

અમરેલી,
હાલમાં અમરેલી જીલ્લામાં કોરોના મહામારી એ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધેલ છે. તંત્ર પણ ફરીથી હરકત માં આવી ગયેલ છે. આપણા માંથી ઘણાં બધાં મિત્રોના વારંવાર ફોન આવે છે અને ધંધાના સમયમાં ફેરફાર કરી ફિક્સ કરવા રીતસર દબાણ કરી રહ્યા છે. સમય – સંજોગો- પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સમય ફિક્સ કરી આપણીઆજીવિકા પણ શરૂ રહે અનેસાવચેતી પણ જળવાઈ રહે. માટે થઈ ને આપણે એવો નિર્ણય લીધેલ છે કે,1) દરેક હોલસેલ અને રીટેઈલ મેડિકલ પોતાનો ધંધોતા.18/07/2020 થી સવારે 8.00 થી સાંજે 5.00 કલાક સુધી જ ખુલ્લો રાખશે. 2) હોસ્પિટલ સાથે સંકળાયેલા રીટેઈલ મેડિકલ ઈમરજન્સી દવા કાઢી દેવા માટે અને ડોક્ટરના ટાઈમને અનુકુળ સમય પોતાની રીતે મેનેજ કરી શકશે. દરેક કેમિસ્ટ મિત્રોને ખાસ વિનંતી છે કે,આ નિયત કરેલ સમયનું ચોક્કસપણે પાલન કરવું.પ્રમુખ શ્રી રોહિતભાઈ રૈયાણી સેક્રેટરી શ્રી મનીષભાઈ ડોબરીયા ચેરમેન શ્રી હરેશભાઈ વેકરીયાએ જણાવ્યું છે તેમ શ્રી તેજસ દેસાઇની યાદીમાં જણાવાયું છે.