અમરેલી: ધારીના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. મોડી સાંજે વાડીના મકાન પાસે રમતા પાંચ વર્ષીય બાળક પર હુમલો થતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે પરિવારજનોએ બૂમો પાડતા દીપડો ભાગી ગયો હતો.
ઇજાગ્રસ્ત બાળકને અમરેલી ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બાળકને માથામાં અને પીઠના ભાગે ઇજા થઈ છે.