અમરેલીમાં 110 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

અમરેલી,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમગઇ કાલ તા.26/02/2023ના રોજ આગામી હોળી/ધુળેટી તહેવાર અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી, બહારપરામાં રહેતો એક ઇસમ પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે રેઇડ કરતા હિતેષ રામદાસભાઇ રાઠોડને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. જ્યારે ટીનુ ભીમજીભાઇ ચાવડા અને અજયને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. આ દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ -110, કુલ કિં.રૂ.28,344/-નો મુદ્દામાલ કબ્જે કરેલ