અમરેલીમાં 126 શખ્સોને પાસાતળે જેલમાં ધકેલ્યાં

  • 7 ગુન્હા દાખલ કરી 22 આરોપીને ઝડપી લીધા : દારૂ જુગારમાં 213 સામે પાસાતળે પગલા : 55 ને વોરંટની બજવણી

અમરેલી,
ભાવનગર રેન્જ ડીઆઇજીપી શ્રી અશોક કુમાર આઇપીએસની અધ્યક્ષતામાં ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનાઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાઇ હતી. અને ભાવનગર રેન્જમાં 17 ગેંગ કેસ કરી 86 અપરાધીઓને અટક કરાયાં છે. જેમાં અમરેલી જિલ્લામાં 7 ગુનાઓ દાખલ કરી 22 અપરાધીઓને જેલમાં ધકેેલી દેવાયા છે. જુગારનો ગેર કાયદેસર અડ્ડો ચલાવનાર તથા પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવતિ કરતા -213 શખ્સો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-55 વોરંટની બજવણી કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં-52, ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-16 વોરંટની બજવણી કરવામાં આવેલ છે.અમરેલીમાં-126 ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-35 વોરંટની બજવણી કરવામાં આવેલ છે. તથા બોટાદ જિલ્લામાં -35 ઇસમો વિરૂધ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં-04 વોરંટની બજવણી કરવામાં આવેલ છે, લેન્ડ ગ્રેબીંગના રેન્જમાં-5 ગુન્હા દાખલ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર-3 તથા અમરેલી જિલ્લામાં-2 ગુન્હા દાખલ કરવામાં આવેલ છે.
ભાવનગર રેન્જ વડાશ્રી અશોક કુમાર આઇપીએસ દ્વારા ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે આપની આજુબાજુ કોઇ ઇસમ નાણાં ધીરધાર/વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોય, કોઇ માથાભારે ઇસમો દ્વારા કોઇપણ વ્યક્તિઓની જમીન, મકાન, પ્લોટ કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હોય, ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ ચલાવતા હોય તો તાત્કાલિક ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.0278-2520350, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.02792-223498 તથા બોટાદ પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.02849-231401 પર જાણ કરવા અપીલ કરવામાં આવે છે, જેથી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત નાબૂદ કરી ગુનેગારોને ડામી શકાય. આ બેઠકમાં અમરેલીનાં એસપશ્રી નિર્લિપ્ત રાય, ભાવનગરનાં એસપીશ્રી રાઠોડ, બોટાદનાં શ્રી હર્ષદ મહેતા, રીડર બ્રાન્ચનાં શ્રી પી.બી.જાડેજા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.