અમરેલીમાં 15 મીનીટમાં કોરોનાનો પ્રાથમિક ટેસ્ટ થાય તેવી કીટ મંગાવવા તૈયારીઓ શરૂ

અમરેલી,
અમરેલીમાં 15 મીનીટમાં કોરોનાનો પ્રાથમિક ટેસ્ટ થાય તેવી કીટ મંગાવવા તૈયારીઓ અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ દ્વારા થઇ રહી હોવાનું જાણવા મળેલ છે. જાણવા મળતી માહિતી અનુસાર ફ્રાન્સ કાર્ડ નામની કીટ કોરોના પોઝીટીવ છે કે કેમ તેનું 70 ટકા સુધીનું નિદાન 10 થી 15 મીનીટમાં કરી આપે છે હાલમાં અમરેલીમાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ આવ્યો નથી અને તેના માટે ટેસ્ટીંગ લેબ પણ નથી જો આ કીટ આવે તો મોટી રાહત થાય તેમ છે.