અમરેલીમાં 20થી 25મી સુધી ચા-પાન, નાસ્તાની દુકાન લારી બંધ

  • કલેકટરશ્રી દ્વારા કોરોના સામેની લડતના અનેક મોરચા ખુલ્લા મુકાયાં : કોરોનાને રોકવા જાહેરનામું અમલમાં
  • 25 મી પછી સેલ્ફ ડેકલેરેશન અને હેલ્થ કાર્ડ મેળવનારની જ દુકાન લારી ચાલુ રહેશે 20 થી 25 મી સુધીમાં શાકભાજી અને ફળનું વેંચાણ કરનારને પણ હેલ્થ કાર્ડ ફરજિયાત
  • જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગમાં હેલ્થ કાર્ડ અપાશે : દર 14 માં દિવસે હેલ્થ કાર્ડ રીન્યુ કરાવવુ પડશે : અમરેલી શહેરમાં અમલ : અમરેલી બાદ બીજા શહેરોમાં પણ અમલમાં

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં કોરોનાને અટકાવવા માટે કલેકટરશ્રી દ્વારા કોરોના સામેની લડતના અનેક મોરચા ખુલ્લા મુકવામાં આવ્યા છે આજે કોરોનાને રોકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે જેમાં અમરેલી શહેરમાં તા.20મી જુલાઇથી 25મી સુધી ચા-પાન, નાસ્તાની દુકાન અને લારીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
તા.25મી પછી જે કોઇ પાન માવા, ચા, નાસ્તાની દુકાનો, લારી ધારકો દુકાન કે લારી ચાલુ રાખવા માંગતા હોય તેણે સેલ્ફ ડેકલેરેશન આપવાનું રહે તેમજ આરોગ્ય વિભાગ પાસેથી હેલ્થ કાર્ડ ફરજીયાત મેળવવાનું રહેશે અને હેલ્થ કાર્ડ મેળવ્યા બાદ દુકાન કે લારી ચાલુ કરી શકાશે અને જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગમાં પહેલા માળે હેલ્થ કાર્ડ અપાશે જે તા.20 થી 25 સુધીમાં મેળવી લેવાનું રહેશે આ હેલ્થ કાર્ડની વેલીડીટી 14 દિવસની રહેશે અને દર 14 માં દિવસે હેલ્થ કાર્ડ રીન્યુ કરાવવુ પડશે કલેકટરશ્રી દ્વારા કોરોનાને રોકવા માટે ચા, નાસ્તા, શાકભાજી વાળા સુપર સ્પ્રેડર ન બને તે માટે તકેદારીના પગલા રૂપે અમરેલી શહેરમાં અમલ કરાયો છે અને આ સિસ્ટમ અમરેલી બાદ બીજા શહેરોમાં પણ અમલમાં આવશે.