અમરેલીમાં 24મીએ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા

અમરેલી,
આગામી તા. 24/09/2023, 2વિવા2ના 2ોજ સવા2ના 09-30 કલાકે,નવા ડે2ી પ્લાન્ટ, ધા2ી 2ોડ,( અમ2 ડે2ી નવા પ્લાન્ટ) અમ2ેલી ખાતે જીલ્લાની સહકા2ી સંસ્થાઓની વાર્ષિક સાધા2ણ સભા મળી 2હી છે જેમા કેન્દ્રીયમંત્રી શ્રી પ2શોતમભાઈ રૂપાલા, કૃષિમંત્રી શ્રી 2ાઘવજીભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસે2ીયા, નાયબ મુખ્ય દંડક -ગુજ2ાત વિધાનસભા (ધા2ાસભ્ય) શ્રી કૌશિકભાઈ વેક2ીયા, સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભ2તભાઈ સુત2ીયા, ધા2ાસભ્યશ્રીઓ શ્રી હિ2ાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશભાઈ ક્સવાલા, શ્રી જનકભાઈ તળાવીયા અને કેન્દ્રીય પશુપાલન સેક્રેટ2ી શ્રીમતિ અલ્કા ઉપાધ્યાય (આઈ.એ.એસ.) સહિતના આમંત્રીત મહેમાનો ઉપસ્થિત 2હેના2 છે.અમ2ેલી ખાતે વિવિધ 1પ જેટલી સહકા2ી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધા2ણ સભાના આયોજન ની પહેલ અમ2ેલી ખાતે દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે એટલી અસ2કા2ક નિવડી કે, અન્યત્ર આ પ્કા2ના આયોજનો સ્વિકૃત બન્યા. અમ2ેલી ખાતે આયોજીત સહકા2ી સંસ્થાઓની વાર્ષિક સાધા2ણ સભાની સાથોસાથ ભા2ત સ2કા2ની 2ાષ્ટ્રિય ગોકુલ મિશન યોજના તળે અમ2 સેંન્ટ2 ઓફ એક્સેલન્સ(ગી2 ગાય સંવર્ધન ) પ્રોજેકટનું ભૂમિપુજન ક2વામા આવશે તેમજ અમ2 ઈ.ટી.આઈ.વી.એફ. લેબો2ેટ2ીનો શિલાન્યાસ ક2વામા આવશે. તેવીજ 2ીતે બાયોગેસ તથા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનું શિલાન્યાસ ક2વામા આવના2 છે.વાર્ષિક સાધા2ણ સભામાં વિવિધ સેવા સહકા2ી મંડળી-દુધ સહકા2ી મંડળીઓને શ્રેષ્ઠ કામગી2ી બદલ પ્રોત્સાહિત ક2વામા આવશે. સહકા2 સંમેલનમા જિલ્લાભ2ની સહકા2ી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ડી2ેકટ2શ્રીઓ, ખેડૂતો, પશુપાલકો, શ્રમીકો, મહિલાઓ તથા સહકા2ી આગેવાનો, વર્તમાન તથા પૂર્વ ધા2ાસભ્યશ્રીઓ, માર્કેટયાર્ડના ચે2મેનશ્રી, જિલ્લાભ2ની સહકા2ી મંડળીઓના પ્રમુખ-મંત્રીશ્રીઓ અને સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત 2હેશે તેમ સંસ્થાકીય અખબા2ી યાદીમા જણાવાયેલ .