અમરેલીમાં 24 કલાકમાં કોરોનાનાં 10 શંકાસ્પદ દર્દી દાખલ

અમરેલી,
ગઇ કાલે અમરેલીના લાઠી રોડ ગુલાબ પાર્કમાં પોઝીટીવ આવેલા વૃધ્ધએ જે તે વખતે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય આ હોસ્પિટલમાં તે દિવસે સારવાર લઇ જનાર દર્દીઓની પણ આરોગ્ય તંત્ર દ્વારા તપાસણી હાથ ધરાઇ છે અને આજે બુધવારે રાજકોટમાં પોઝીટીવ આવેલા દર્દી પૈકીનાં રોહીતભાઇ દઢાણીયા તા.2જી એ અમરેલી આવ્યો હોવાની મેડીકલ હિસ્ટ્રી જણાવી છે અને મંગળવાર સાંજથી બુધવાર સાંજ સુધીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલનો કોરોનાનો શંકાસ્પદ દર્દીઓનો વોર્ડ દર્દીઓથી છલકાયો છે.
ગઇ કાલે સાંજે સાવરકુંડલાના અમદવાદથી તા.5 મીએ સાવરકુંડલા આવેલા પિતા અને તેના બે સંતાનો મળી 3 ને દાખલ કરાયા હતા જ્યારે આજે બગસરાનાં શીલાણાના 50 વર્ષના બે મહિના પહેલા રાજકોટથી આવેલ અને જુનાગઢ ગયેલ પ્રૌઢને તથા લીલીયા 77 વર્ષના વૃધ્ધને ધારીના ભાડેર ગામના તા.9મીએ અમદાવાદથી આવેલ 20 અને 48 વર્ષના પુત્ર પિતાને તથા અમરેલીનાં ચિતલ રોડે સિધ્ધી વિનાયક સોસાયટીના 26-5 એ બિહાર જઇ અમરેલી આવેલ યુવાન તથા માણેકપરા શેરી નં.12 ની 22 વર્ષની યુવતી અને ચિતલ રોડે ઓમનગરમાં 73 વર્ષનાં વૃધ્ધને દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે.