અમરેલીમાં 3 મહિને બેંડવાજાનો અવાજ સંભળાયો : જોવા માટે લોકો એકત્ર થયાં.

અમરેલી,
કોરોના મહામારી અને સતત 68 દિવસના લોકડાઉન વચ્ચે આજે પહેલી વખત જ અમરેલી શહેરમાં બેંડવાજાનો અવાજ સાંભળવા મળ્યો હતો અને લોકો પણ ખુશીનો હતો કોરોનાને મહાત આપી સાજા થઇ રજા અપાય રહેલા પ્રથમ બે દર્દીઓને સદભાવના ગૃપ દ્વારા સન્માન કરવાનો સમારોહ યોજાયો હતો જેમાં અમરેલી જિલ્લામાં વર્ષોથી ધ્ાુમ મચાવતા જનકાર બેંડના ઇબ્રાહીમભાઇએ દેશભક્તિના સુરો રેલાવી અને છેલ્લા 3 મહિનાનું સાટુ વાળી દીધ્ાુ હતુ.શાંતાબા ગજેરા હોસ્પિટલના પ્રાંગણમાં રેલાય રહેલા સુરને સાંભળવા માટે હોસ્પિટલની બહાર લોકો એકત્ર થઇ ગયા હતા અને બહુ લાંબા સમયે અમરેલીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.