અમરેલીમાં 30 દિવસના લોકડાઉનમાં 261 બાળકોનો જન્મ

અમરેલી,એક તરફથી કોરોનાના ખોફ અને વિશ્ર્વમાં ટપોટપ મરતા માનવીઓ વચ્ચે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલનોં અનોખો રેકોર્ડ સામે આવ્યો છે અહી મોતની ચીખોને બદલે નવજાત બાળકોની કીલકારીઓ ગુંજી ઉઠી હતી. અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં છેલ્લા 30 દિવસના લોકડાઉનમાં 261 બાળકોનો જન્મ થયો હતો.23 માર્ચથી 23 એપ્રિલ સુધીમાં અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલને કોરોના સામે લડવા તૈયાર કરાઇ હતી જેમા એકસો બેડની કોરોના માટેનો અલાયદો વિભાગ ઉભો કરાયો હતો અને સામાન્ય દર્દી તથા નિમીત દવા લનારાઓને 15 દિવસે અપાતી દવા એક મહીના સુધીની આપી દેવામાં આવી હતી પણ અહી ઇમરજન્સી અને પ્રસુતીના વિભાગો શરૂ રાખવામાં આવ્યા હતા તાલુકા મથકોએથી અનેક કેસો અહી આવે છે અને તેમાય ઘણા તો ક્રીટીકલ ગણાય તેવા ખરાબ થઇ ગયેલા કેસો આવતા હોય છે આવી પ્રસુતા દિકરીઓ માટે હોસ્પિટલના ફુલટાઇમ નાની ઉમરના પણ મોટી આવડતવાળા ગાયનેકોલોજીસ્ટ ડૉ.ધ્ાૃતિબા વાળા તથા અનુભવી સુપ્રિટેન્ડેન્ટ ડૉ.શોભનાબહેન મહેતા જશવાળા ડૉકટર અને શાંતાબા ગજેરા હોસ્પિટલ પ્રસુતા બહેનો માટે માવતર જેવી સાબીત થઇ હતી.આ હોસ્પિટલમાં એક એવો નિયમ રખાયો છે કે બને ત્યા સુધી નોર્મલ ડીલીવરી કરવી અને ન છુટકે સીઝર કરવું અહી લોકડાઉનના 30 દિવસોમાં 168 નોર્મલ ડીલીવરી કરાઇ હતી તથા 93 સીઝેરીયન કરાયા હતા. આ હોસ્પિટલમાં જન્મદરનો રેશીયો 8.7નો રહયો છે પણ આમા તા. 17મી એપ્રિલના આઠ નોર્મલ ડીલીવરી અને સાત સીઝેરીયન મળી પંદર બાળકોનો જન્મ થયો હતો જયારે આવી જ રીતે બે દિવસ પહેલા 22મીએ પણ સાત નોર્મલ ડીલીવરી અને આઠ સીઝેરીયન થકી 15 બાળકોનો જન્મ થયો હતો. શાંતાબા ગજેરા હોસ્પિટલમાં લોકડાઉનના 30 દિવસમાં 261 સફળ પ્રસુતી ઉપરાંત સ્ત્રીરોગને લગતી 99 સર્જરી પણ ગાયનેક વિભાગમાં થઇ હતી અહીના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણીએ જણાવેલ કે લોકડાઉન દરમિયાન અમે વિશેષ કાળજી રાખી છે વિશ્ર્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં કરાયેલા રકતદાન પછી અહી રકતદાન અવિરત કરાઇ રહયું છે અને આ દાતાશ્રીઓના સહયોગથી અમારી બ્લડબેન્ક આ પ્રકારે અનેક જરુરીયાતમંદ દર્દીઓને મદદરૂપ થઇ રહી છે.