અમરેલીમાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

  • અમરેલી જીલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓનાં સંયુક્ત ઉપક્રમે
  • પોલીસની બાઇક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી કાછડીયા અને ડીવાયએસપી શ્રી રાણા

અમરેલી,
અમરેલી જીલ્લા ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે અમરેલીમાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલીના ડો.જીવરાજ મહેતા ચોકમાં ટ્રાફીક પોલીસની બાઇક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ નારણભાઇ કાછડીયા અને ડી.વાય.એસ.પી. શ્રી રાણાએ કરાવી હતી. જે રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર લોકોમાં ટ્રાફીક પ્રશ્ર્ને જાગૃતિ લાવવા ફરી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી.શ્રી રાણા, સીટી પી.આઇ.શ્રી ચોૈધરી, શ્રી વાઘેલા, પી.એસ.આઇ.પી.બી.ઠક્કર તેમજ આર.ટી.ઓ.ના આઇ.એસ.ટાંક, પી.આર.પઢીયાર, એસ.વી.મુડ, એમ.એન.ઠુંમર, એન.આર.પટેલ, બી.એમ.પંચાલ સહિત અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.