અમરેલીમાં 32 શિક્ષકો, આચાર્યો, સીઆરસીને આવકારપત્ર અપાયા

અમરેલી,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ -અમરેલીની શાળાઓમાં જિલ્લા ફેરબદલી થી આવનાર 32 શિક્ષકોને નવનિયુકત આચર્યશ્રીઓ અને સી.આર.સી.શ્રીઓ ને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા તથાસારહી યુથ ક્લબ ઓફ અમરેલીનાં પ્રમુખ અને અમરડેરીનાં વાઇસ ચેરમેનશ્રી મુકેશભાઇ સંઘાણી, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઇ રામાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ -અમરેલીનાં ચેરમેનશ્રીતુષાર જોષીવાઇસ ચેરમેનશ્રી ડી.સી.ગોલ તથા શાસનાધિકારીશ્રી એ.એચ.જોષી,ઉપપ્રમુખ પ્રતિનિધિ નરેશભાઇ મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા,શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, મહામંત્રી રાજુભાઇ માંગરોળીયા, ભરતભાઇ મકવાણા, સભ્યશ્રી હરીભાઇ કાબરીયા, સન્ની ડાબસરા, શિક્ષણ સમિતિનાં સદસ્યશ્રી નિકુબેન પંડ્યા, પરેશભાઇ દાફડા, નિખીલભાઇ આશર, દિવ્યેશભાઇ વેકરીયા તથા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલિકભાઇ ઉપાધ્યાય ની ઉપસ્થિતિમાં આર્યભટ્ટ અંગ્રેજી માધ્યમ સ્માર્ટ સ્કુલ-અમરેલી ખાતે આવકાર પત્ર આપવામાં આવ્યા. તેમજ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા ને જુનાગઢ કૃષી યુનિવર્સીટી સંચાલક મંડળના સભ્ય બનવા બદલ તથા શ્રી મુકેશભાઇ સંઘાણીને નિરાધાર વૃધ્ધો માટેનાં સારહી તપોવન આશ્રમ માટે સેવાકિય કાર્યો માટે અને શ્રી ભરતભાઇ મકવાણાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં સેનેટ સભ્ય બનવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યુ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્યશ્રીઓ, પે-સેન્ટર આચાર્યશ્રી દિનેશભાઇ વ્યાસ,અર્ચના બેન ભટ્ટ,હેમલતાબેન જાની,અલ્તાફ ભાઇ તેલી, સંદિપભાઇ વામજા, રજનીભાઇ સોલંકી, વિજયભાઇ મયાત્રા, અશ્વિનભાઇ ચાવડા,ધર્મેશ ભાઇ મકાણી,ભાવેશભાઇ વાળોદરા,એ જહેમત ઉઠાવેલ તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની યાદી જણાવે છે.