અમરેલી,અમરેલી સહજ સીટીની મીલ્કતમાં આ કામના આરોપીએ ફરીયાદીને રૂ.38 કરોડની લોન યુનીયન બેન્ક ઓફ ઇન્ડીયા લોઅર પરેલ બ્રાન્ચ મુંબઇમાંથી અપાવવાનું કહી ફરીની રૂપિયા 40 કરોડની કિમંતની મિલ્કતને ગેરકાયદેસર રીતે યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયા લોઅર પરેલ બાન્ય મુંબઇ મારફત પાલઘર સબ રજીસ્ટ્રાર ઓફીસમાં કરાર કરાવી ગીરવે મુકાવી બાદ મા ફરી એ સતત માંગણી કરતા ફરીના નામ ના રૂ.18 કરોડ ના ચેક લખી આપી તથા ફરી.ના એકાઉન્ટમાં કટકે કટકે માત્ર રૂ.6 કરોડ ને દર લાખ જમા કરાવી બાદમાં ફરીએ ઉઘરાણી કરતા ફરીને યોગ્ય જવાબ ન આપી ત્યારબાદ ફરી.એ આ અંગે તપાસ કરાવતા જાણવા મળેલ કે તેમની કોઇ લીન મંજુર થયેલ ન હોય પરંતુ આરોપીઓએ ભેગામળી ફરી.ના નામની સહજસીટી(અમરેલી) મા આવેલ મિલ્કતના દસ્તાવેજો આસુતી ટ્રેડીંગ. પ્રા.લી.કંપની મા અગાઉ તેમણે સને 2016 માં યુનીયન બેંક ઓફ ઇન્ડીયા લોઅર પરેલ બ્રાન્ચ મુંબઇ ખાતે થી રૂ.50 કરોડ ની લોન લીધેલ હોય અને જેનું એકાઉન્ટ પાછળથી એન.પી.એ. થઇ ગયેલ હોય જેમાં પોતાનું કાવતરું પાર પાડવા માટે બેંક ચેરમેન સાથે મીલાપીપણું કરી જેને સરભર કરવા સારું આ કામ ના આરોપીએ ભેગામળી ફરીને લોભ લાલચ આપી ફરી ના દસ્તાવેજો ગેરેંન્ટર તરીકે મુકાવી,આ કામના આરોપીએ પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરું રચી તમામે સમાન ઈરાદો પાર પાડી ફરી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ હોય તેમજ આ કામના આરોપીએ આસુની ટ્રેડીંગ કંપનીનું એકાઉન્ટ એન.પી.એ. થયેલની હકિકત ફરી પાસે છપાવી અને પાલઘર સબ રજીસ્ટ્રાર ઓફીસ (મહારાષ્ટ્ર) માં સીમ્પલ ડીડ ઓફ મોર્ગેજનો કરાર કરાવી ફરીશ્રીની અમરેલીની મિલ્કતને ગીરવે મુકાવી અને અમરેલી સબ રજીસ્ટ્રાર ઓફીસમાં તે બાબતે કોઇ જાણ ન કરી ગુન્હો કરેલ હોય જેથી આ કામના આરોપી અભયભાઇ નરેન્દ્રભાઇ લોઢા ઉવ 51 રહે. 1705, ટોવેર 2, કાસા ગ્રાઉન્ડ, 17મો માળ, સેનાપતી બાપટ માર્ગ, પેનિન્સુલા, કોર્પ પાર્ક, શેજારી, લોઅર પરેલ, ડિલાયલ રોડ, મુંબઇ (મહારાષ્ટ્ર) વાળા વિરૂધ્ધ રાજકોટ ઝોન પોલીસ સ્ટેશન ફાગુરના 01 20 ઇપીકો કલમ 405 406,409 420, 120બી,34 મુજબ ગુના દાખલ થયેલ છે. આ ગુનાની તપાસ હાલ ડી. પો.ઇન્સ. શ્રી એમ જે ત્રિવેદી સી આઇ.ડી., કામ તપાસ એકમ અમરેલીનાઓ ચલાવી રહેલ છે.