અમરેલીમા અજાણ્યા શખ્સે જીએસટી નંબર મેળવી ખોટી પેઢીઓ બનાવી

અમરેલી,
અમરેલી શ્રીરંગ સોસાયટીમા રહેતા ચંદ્રેશભાઈ પ્રમોદભાઈ સંઘવી ઉ.વ. 38 ના કોઈ અજાણ્યા શખ્સે પુર્વ આયોજીત કાવતરુ કરીને આધાર તથા પાનકાર્ડ કોઈપણ રીતે મેળવી આ ડોકયુમેન્ટ જીએસટી ઓફીસમા કોઈપણ રીતે ખોટી પેઢીઓ બનાવી ખોટા જીએસટી નંબરો મેળવી આધારકાર્ડમા રજીસ્ટર મોબાઈલ નંબર કોઈપણ રીતે બદલાવી ખોટા ડોકયુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરી ચંદ્રેશભાઈના નામે જીએસટી નંબર મેળવી ખોટી પેઢીઓે ઉભી કરી અપ્રમાણીક છેતરપીંડી કરી ખોટો નાણાકીય વ્યવહાર કરી ચંદ્રેશભાઈ તેમજ સરકાર સાથે છેતરપીંડી કરી ખોટી વેરાશાખા ઉભી કરી સરકારી નાણાનો દુરઉપયોગ કરી ચંદ્રેશભાઈની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડયાની અમરેલી સાઈબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ .