અમરેલીમા ઠંડીનું પ્રમાણ વધ્યું

લોકોએ ગરમ વસ્ત્રોમા ઢબુરાઇ રહેવુ પડે તેવી સ્થિતી

 

અમરેલી,અમરેલીમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે વહેલી સવારે બેઠો ઠાર અને સુરજ નારાયણના દર્શન થયા બાદ આકરો તાપ અને સાંજના સમયે ઠંડા પવનની લહેરકીઓને કારણે મિશ્રરૂતુનો અહેસાસ થઇ રહયો છે.છેલ્લા બે દિવસથી વાતાવરણમા પલટો આવતા લોકોએ ગરમ વસ્ત્રોમા ઢબુરાઇ રહેવુ પડે તેવી સ્થિતી જોવા મળે છે.