અમરેલીમા પરીણીતાને ફોટા બતાવી વાયરલ કરવા ધમકી આપીને બળાત્કારની કોશીશ

અમરેલી,
અમરેલીમાં એક પરિણિતાએ રાજહંસ રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટની જાહેરાત માટે પોતાનો ફોટો ઉપયોગ કરવાની મંજુરી આપ્યા બાદ તેનો દુરૂપયોગ કરી એક પરિણીત શખ્સે આ પરિણીતાને તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી બળાત્કારનો પ્રયસ કયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા આઇપીએસ અધિકારી શ્રી ગૌરવ અગ્રવાલે આ શખ્સની સામે ગુનો દાખલ કયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, પરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કૌશલ નારણભાઈ ભીમાણી રહે. અમરેલી પટેલ સંકુલ સામે અમૄતધારા સોસાયટીમા આજથી એકાદ વર્ષ પહેલા રાજહંસ રેસ્ટોરન્ટમા ઢોસા ખાવા ગયેલ હતા. ત્યારે કૌશલે તેની હોટલની જાહેરાત કરવા સારૂ પરીણીતા સાથે સેલ્ફી ફોટાઓ લીધ્ોલ હતા. અને તે પછી પરીણીતા સાથે અવાર -નવાર શરીર સંબંધ બંધાયેલ અને તે દરમ્યાન કૌશલે પરીણીતાના ફોટાઓ પાડી લીધ્ોલ અને તે ફોટાઓ ડીલીટ કરવાનું કહેતા કૌશલે ડીલીટ કરી ફરીથી ડીલીટ ફાઈલમાંથી મોબાઈલ ફોનમા લઈ વોટસએપમા શેર કરેલ હતા. તે પાછા ફરીથી પરીણીતાએ કૌશલ સાથે સંબંધ નહી રાખવાનું કહેલ પરંતુ કૌશલે ફોટા બતાવી વાયરલ કરવા ધમકી આપી તા. 27-7 ના ઘરે જઈ બળાત્કાર કરવાની કોશીશ કરતા તે દરમ્યાન ઘર બહાર વાહન આવવાનો અવાજ આવતા નાસી ગયાની અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ આઇપીએસ અધિકારીશ્રી ગૌરવ અગ્રવાલે કૌશલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટેનાં ચક્રોગતીમાન કર્યા .