અમરેલી,
અમરેલી જીલ્લામા અગાઉ સાવરકુંડલા બગસરા તથા મેરીયાણામા આવશ્યક ચીજવસ્તુના ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યા બાદ અમરેલીમા ડુબાણીયાપરા તથા કાઠી ફળીયામા આવશ્યક ચીજવસ્તુના ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા બે શખ્સોને ઘઉં, ચોખા તથા વાહનો મળી કુલ રૂ/- 5,05,551 ના જથ્થા સાથે મળી આવતા ઈન્ચાર્જ મામલતદાર દ્વારા અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.અમરેલી ડુબાણીયાપરા તથા કાઠી ફળીયામા તા. 21-6-23 ના 11:10 થી 17:30 દરમ્યાન ઘાંચીવાડ ડુબાણીયાપરા મા રહેતા સમીર આમદભાઈ બીલખીયા એ સરકારશ્રીની જાહેરવિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામા આવતા આવશ્યક ચીજવસ્તુ ઘઉં 228 કિ.ગ્રા. , ચોખા 1380 કિ.ગ્રા. , ટાટા એસ વાહન જી.જે. 01 એફ.ટી. 1142 તથા ટાટા એસ વાહન જી.જે. 04 એ.ટી. 5915 અને વજનકાંટો મળી કુલ રૂ/-2,34,616 ના મુદામાલ સાથે મળી આવી આવશ્યક ચીજવસ્તુુનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવી સંગ્રહ કરી ખરીદ વેચાણ રજીસ્ટરો તથા સ્ટોક પત્રકો નહી નિભાવી ખુલ્લા બજારમા વધ્ાુ નફો મેળવવા વિતરણ કરી આર્થિક લાભ મેળવવા ગુનો કર્યાની ઈ. ચા. મામલતદાર એસ.ડી. માંજરીયાએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે ઉપરોકત વિસ્તારમા ફૈયાઝ ફારૂકભાઈ રાઠોડ સરકારશ્રીની જાહેરવિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામા આવતા આવશ્યક ચીજવસ્તુુના તા . 21-6-23 ના 11:10 થી 17:30 દરમ્યાન ઘઉં 1701 કિ.ગ્રા. , ચોખા 3536 કિ.ગ્રા. , ટાટા એસ વાહન જી.જે. 36 ટી. 4437 , છકડો રીક્ષા જી.જે. 14 એકસ 1370 તેમજ વજનકાંટો મળી કુલ રૂ/- 2,70,935 ના મુદામાલ સાથે મળી આવી આવશ્યક ચીજવસ્તુુનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવી સંગ્રહ કરી ખરીદ વેચાણ રજીસ્ટરો તથા સ્ટોકપત્રકો નહી નિભાવી ખુલ્લા બજારમા વધ્ાુ નફો મેળવવા વિતરણ કરી આર્થિક લાભ મેળવવા ગુનો કર્યાની ઈ. ચા. મામલતદાર એસ.ડી. માંજરીયાએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ .