અમરેલી અતિવૃષ્ટીથી બચ્યું : આજે ચેતવણીનો છેલ્લો દિવસ

અમરેલી,
ગીર પંથકમાં ગાંડા વરસાદને કારણે સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી નદી શેત્રુજીમાં સતત ઘસમસતા પુરથી સૌરાષ્ટ્રનો સૌથી ઉંડો ડેમ ખોડીયાર છલકાવાની તૈયારી વરસાદની આગાહી વચ્ચે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની ટીમ એલર્ટ છે અને સતત બીજા દિવસે પણ અતિવૃષ્ટીથી અમરેલી બચી ગયું છે છતા તંત્ર એલર્ટ છે કારણ કે હવામાન ખાતાએ તા. 15ના રોજ અમરેલીને લાલ કલર આપ્યો હોય આ દિવસ ચેતવણીનો અંતિમ દિવસ છે અને કલેકટરશ્રીએ પણ લોકોને કામ વગર બહાર ન નિકળવાની સલાહ આપી છે.
સાવરકુંડલાના અભરામપરામાં નદી ઓળંગતા ફસાયેલા એક યુવાનને બચાવાયો હતો તો ત્યા એક કાચુ મકાન ધરાશાયી થયું છે અને કુંડલાના જોગીદાસની આંબરડીમાં પોણા કલાકમાં બે ઇંચ વરસાદ પડતા ગામની બજાર નદી બની હતો તો ખાંભા, વડીયાને પણ મેઘરાજા ધમરોળતા પાણી