અમરેલી,
અમરેલી જિલ્લામાં છેતરપીંડીના બે બનાવો બન્યા હતા જેમા સાવરકુંડલા ખાદી કાર્યાલય પાછળ રહેતા પ્રવિણભાઇ રામજીભાઇ સોલંકી ઉ.વ. 45 ધંધો વેપાર અને કોન્ટ્રાકટર આસામ જઇને આરોપી સુએલ અહેમદ લશ્કરી પાસેથી રૂા. 16,00,000 /- ની સોપારી લેવા સોદો કરેલ અને માસીના દિકરા મહેશભાઇ શભુભાઇ મોરવાડીયાના એકાઉન્ટ મારફત રૂા. 10,00,000/- નું આરટીજીએસ દ્વારા આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ અને પોતાનો ફોન બંધ કરી પૈસા પાછા ન મોકલી છેતરપીંડી કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે બીજા બનાવમાં અમરેલી શિવમ બંગલોઝની બાજુમાં શાંતી કોપ્લેક્ષમાં પ્રાર્થના ફીટનેશ જીમ ચલાવતા કેતકીબેન નિતેશકુમાર રાઠોડ ઉ.વ. 41 પાસેથી પાલનપુર તાલુકાના ડીસા ગામના જીતેન્દ્ર અમૃતલાલા મહેતા, મીલન અમૃતલાલા મહેતાએ રૂા. 2,00,000/- તેમજ પતિ પાસેથી રૂા. 3,86,000/- રકમ લઇ 1 વર્ષમાં પરત આપી દેવાનું જણાવી રૂા. 5,86,000/- ની છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ