અમરેલી અને લાઠીમાં વીજ ચેકિંગ કરાતા સાડા છત્રીસ લાખની ગેરરીતી ઝડપી લીધી

અમરેલી,
પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી અટકાવવા કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા અમરેલી 1 ડિવિઝનના અમરેલી અને લાઠી પંથકના વિસ્તારોમાં પીજીવીસીેએલની 33 ચેકિંગ ટીમોએ 506 જોડાણો ચેક કર્યા હતા જેમાં રેસીડેન્સના 493 કોમર્શીયલ 13 કનેકશનો ચેક કરી રેસીડેન્સના 85 અને કોમર્શીયલના 3 જોડાણોમાં રૂા.36.26 લાખની ગેરરીતી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.પીજીવીસીએલની ચેકિંગ ટીમો દ્વારા કેટલાક ઉંઘતા જ ઝડપાઇ ગયા હતા.ચેકિંગ ટીમોને કારણે આ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો .