અમરેલી-અમદાવાદ એસટી સેવા અપડેટ કરોે :શ્રી બીપીન જોશી

અમરેલી,
હાલમાં અમરેલીમાં સૌશ્યલ મીડીયામાં ટ્રેન માટે ઝુંબેશ શરૂ થઇ છે પણ તે પહેલાની જે સેવા છે તે પણ સરખી નથી ચાલતી અને તેના માટે કોઇ કંઇ ઉકાળી શકયું નથી ત્યારે ટ્રેનની ઓનલાઇન ઝુંબેશમાં ઓનલાઇન જે થાય તે પણઅમરેલીના અગ્રણી અને ભાજપના પ્રદેશ આગેવાન શ્રી બીપીન જોષીએ અમરેલીના પાયાના એસટી પ્રશ્ર્ને સૌનું ધ્યાન દોર્યુ છે.અમરેલીથી અમદાવાદ જવા માટે ખીજડીયા અને ધોળામાં બે જગ્યાએ ડબા બદલવા માટે દોઢ કલાકના હોલ્ટ છતા મીટરગેજ રેલ બાપુગાડી આઠ કલાકમાં પહોંચતી હતી તે સેવા પણ હાલમાં બંધ છે અમરેલી થી અમદાવાદ પહોંચતા એસ ટી બસ માં 1975 માં 6 થી 7 કલાક થતાં આજે લગભગ 50 વર્ષ પછી પણ 6 થી 7 કલાક થાય છે. અમરેલી જિલ્લા નું મથક છે રોજના હજારો લોકો અમદાવાદ વડોદરા સુરત મુસાફરી કરે છે અમરેલી ની લાઇફ લાઇનએસટી બસ છે કારણકે રેલવે વ્યવસ્થા નહિવત છે. સરકાર શ્રી તમામ વ્યવસ્થાઓ સુવિધાઓ પૂરી પાડે છે અધતન બસ,ખૂબ સારા રસ્તા , આધુનિક એસ ટી ડેપો , ઓનલાઇન બુકિંગ તેમ છતાં કંઈક ખૂટે છે.અમરેલી અમદાવાદ મોટા ભાગની બસ સાત કલાક લે છે વડોદરા વરસોથી આઠ કલાક સુરત અગિયાર થી બાર કલાક રોડ રસ્તા વાહન બધું ખૂબ સારું હોવા છતાં આ બાબત વ્યાજબી નથી અમરેલી અમદાવાદ વન સટોપ બસ પાંચ કલાક માં અમદાવાદ પહોંચે તો પુષ્કળ ટ્રાફિક મળે , તેવી જ રીતે વડોદરા સુરત માટે પણ થઈ શકે. ગાંધીનગર અમરેલી એસી બસ ની તો વાત જ નહીં, લોકો સમય સુવિધા માટે વધુ ભાડું આપે પણ આ બસ ગાંધીનગર થી સરખેજ આવવામાં બે કલાક થઈ વધારે સમય લે છે બપોરે. 1_30 કલાકે ગાંધીનગર થી ઉપડી 3_30 કલાકે સરખેજ પહોંચે છે આને તે પણ સમયસર હોય તો ,કારણ કે આ બસ ગાંધીનગર થી બાપુ નગર , ગીતામંદિર, પાલડી , નહેરુનગર એમ આખું અમદાવાદ ફરી ને આવે છે ,આ બસ ને ગોતા , હાઈકોર્ટે, ઇસ્કોન એમ એસ જી રોડ પર લાવે તો ગાંધીનગર થી સરખેજ બે કલાક ને બદલે 40 મિનિટ માં પહોચી જાય આને લોકો નો દોઢ કલાક જેટલો સમય પણ બચે.મોટા ભાગની બસ વાયાં ગઢડા બોટાદ હોય ગામમાં આવવા જવામાં સમય લાગે છે ,જેમ બને તેમ વધુ બસ વાયાં ઘોળા ચાલે તો ધણો સમય બચે આને ટ્રાફિક તો મળી જ રહેશે.શ્રીનાથજી,અંબાજી,આબુ રોડ, મુંબઇ, નાસીક, પુના, જોધપુર, બાંસવાડા અને અમરેલીમાં એમપીના લાખો શ્રમીકો રહેતા હોવા છતા એક પણ એસટી બસ ચાલતી નથી જિલ્લા મથક એવા અમરેલીથી રાજયના પાટનગર અમદાવાદમાં ફાસ્ટ અને વનસ્ટોપ બસો મુકવા બાબતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાને પણ શ્રી બીપીન જોશીએ જાણ કરેલ છે અને તેમણે હકારાત્મક પ્રતિસાદ આપેલ છે.અમરેલી જિલ્લા નું મથક હોય રાજ્ય ના મોટા શહેરો સાથે ઝડપી બસ સેવા થી જોડવું જોઈએ , રાજ્ય ના ઘણા બધા શહેરમાં આ વ્યવસ્થા છે તો અમરેલી માં કેમ નહિ , રેલવે નથી તો બસ સુવિધાઓ ખૂબ સારી જરૂરી છે. અમરેલી ને વિવિધ યાત્રાધામ સાથે જોડવું જરૂરી છે , અમરેલી ને નજીક ના રાજ્યો સાથે પણ જોડવું જરૂરી છે , લોકો ઘણા વર્ષોથી આવી માગણી કરી રહ્યા છે અમરેલી મુંબઈ બસ ક્યાં કારણ થી બંધ થઈ તે સમજાતું નથી મુંબઈ બસ બપોરે 12 ને બદલે બપોરે 3 વાગ્યે ઓછા સ્ટોપ વાયાં ધોળા ઉપડે તો રિઝર્વેશન પણ ખુબ વહેલું કરાવવું પડે એટલો ટ્રાફિક મળે. અમરેલી ના વિકાસ માટે વાહનવ્યવહાર એક મહત્વપૂર્ણ પરિબળ છે એસ ટી તંત્ર દ્વારા નવા આધુનિક પોર્ટ ના લોકાર્પણ પહેલા ખુબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તે જરૂરી છે.