અમરેલી અમદાવાદ વચ્ચેે ધોળામાં 26 કરોડનો ઓવરબ્રીઝ મંજુર

  • અમરેલીને અમદાવાદ સાથે જોડતા માર્ગ ઉપરનું સૌથી મોટુ વિઘ્ન દુર કરાવતા શ્રી વિરજીભાઇ ઠુંમર
  • અમરેલી જિલ્લાનો 30 વર્ષ જુનો પ્રશ્ર્ન ઉકેલાયો : મંત્રી સ્વ. મનુભાઇ કોટડીયાથી માંડી વર્તમાન મંત્રીશ્રી રૂપાલા, શ્રી સંઘાણી તથા તમામ ધારાસભ્યોને રેલ્વે ફાટક નડતા હતા
  • ધોળાના બંને રેલ્વે ફાટક ઉપર 26 કરોડના ખર્ચે ઓવરબ્રીઝના વર્ક ઓર્ડર ઇસ્યુ થયાં અમરેલીથી અમદાવાદ સારવારમાં જતા ઇમરજન્સીવાળા દર્દીઓ જીવ ગુમાવતા હતા

અમરેલી,
ભાવનગર જિલ્લાના ધોળા ક્રોસિંગપર રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવતા સૌરાષ્ટ્રના પાંચ જેટલા જીલ્લાના લોકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જવા માટે આગામી સમયમાં મોટી રાહત મળશે રાજ્ય સરકાર દ્વારા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સતત રજુઆતના કારણે મંજુર કરી વર્ક ઓડેર ઈશ્યુ અમદાવાદ જતા લોકોમે મોટી રાહત મળી છે
સૌરાષ્ટ્રના અમરેલી,બોટાદ,ગઢડા,ગિરસોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકાના વાહન ચાલકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જતા હોય છે જેઓને અહીંનું ધોળા રેલવે ક્રોસિંગ પરનો ટ્રાફિક ભારે અડચણરૂપ બનતો હોય જેના કારણે સમય પણ બરબાદ થાઈ છે અહીં એક લાંબો ઓવરબ્રિજ કાઢવા માટે વર્ષોથી લોકો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી પણ રેલવે વિભાગ અને રાજ્ય સરકારના સંકલનના અભાવે કામગીરી ભારે વિલંબ થતો હતો
ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ને આવતા તેઓ દ્વારા આ ધોળા રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રિજની બનાવવાની સતત રાજ્ય સરકારમાં અને રેલવે વિભાગમાં રજુઆત કરતા તેનું સુખદ પરીણામ મળતા આજે રાજ્ય સરકાર દ્વારા અહીં ધોળા રેલવે ક્રોસિંગપર રૂપિયા 26 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી મજૂરી આપી વર્ક ઓડેર ઈશ્યુ કરતા અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના મોટાભાગના રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી
આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ધોળ રેલવે ફાટકપર એક ઓવરબ્રિજની તાતી જરૂર હતી ઘણા સમયથી અમારી રજુઆત હતી કારણકે અહીં અમદાવાદ જવા માટે અહીં ફાટક પાસે ખુબજ મુશ્કેલીઓ પડતી હતી પણ હવે ઓવરબ્રિજ બન્યાબાદ મોટી ટ્રાફિક સમસ્યાઓમાંથી લોકોને રાહત મળશે