અમરેલી અમરડેરીના ચેરમેનપદે શ્રી અશ્વિનભાઇ સાવલીયા અને વાઇસ ચેરમેનપદે શ્રી મુકેશ સંઘાણી બિનહરીફ

અમરેલી અમરડેરીની બેઠક મળી : હોદેદારોની બિનહરીફ વરણી

અમરેલી,
અમરેલી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ લી.સંચાલીત અમરડેરીની બેઠક મળતા હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં ચેરમેનપદે શ્રી અશ્વિનભાઇ સાવલીયા અને વાઇસ ચેરમેનપદે શ્રી મુકેશભાઇ સંઘાણી બિનહરીફ થતા સર્વેએ આવકારી બિરદાવેલ છે.બંનેને જિલ્લાભરના સહકારી આગેવાનો અને બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે.