અમરેલી અમરડેરી દ્વારા એબ્રિઓ ટ્રાન્સફર સુવિધા ઉભી કરાઇ

અમરેલી,
અમરેલી જિલ્લાની વિશ્વ વિખ્યાત ગીરગાયની ઓરિજનલ બ્રિડ થકી બ્રાઝિલની અર્થ વ્યવસ્થા ચાલી રહી છે તે અસલ નસ્લની ગીર ગાયની જાળવણી અને સંવર્ધન માટે અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી દ્રારા પશુપાલકોના હિતમા ંનિર્ણય કરવામાં આવેલ છે. તા. 31-12-2022 ના રોજ ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાની અધ્યક્ષતામા મળેલ બોર્ડ ઓફ ડિરેકટરની મિટીંગમાં થયેલ નિર્ણય મુજબ આપણી વિશ્વ વિખ્યાત ગીર ગાય પશુપાલકોને સરળતાથી ઉપલ્બધ થાય તે માટે એબ્રિઓ ટ્રાન્સફર ટેકનોલોજી માટે અમરડેરી ખાતે જરૂરી ફેસેલીટી ઉભી કરવા અને આ કામગીરી ઝડપથી અમલમાં આવે તે માટે પ્રથમ 200 ગાયો માટે એન.ડી.ડી.બી ખાતેથી ગીરગાયના ભ્રુણ મેળવી તેનુ વિનામુલ્યે પ્રત્યારોપણ કરવામાં આવશે. આ પાયલોટ પ્રોજેકટ માટે વહેલા તે પેહલાના ધોરણે પશુપાલકને લાભ આપવામાં આવશે. પ્રથમ 200 ગાયોના એબ્રિઓ માટેનો તમામ ખર્ચ પશુપાલકોને બદલે અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી ભોગવશે તેવો ઠરાવ બોર્ડ મિટીંગમાં સર્વાનુમતે કરવામા ંઆવેલ છે.