અમરેલી અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાને અમદાવાદ ખસેડવામાં આવ્યા

  • કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફેફસામાં ઇન્ફેક્શન લાગતા
  • કોરોના વાયરસે ફેફસાને નુકશાન કરતા વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરાયા : લોકોને વહેલી તકે ટેસ્ટ કરાવવા શ્રી અશ્વિન સાવલીયાનો અનુરોધ

અમરેલી,
કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફેફસામાં ઇન્ફેક્શન લાગતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે કોરોના વાયરસે તેમના ફેફસાને નુકશાન કરતા વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરાયા છે શ્રી સાવલીયાએ અવધ ટાઇમ્સના માધ્યમથી લોકોને જરા પણ તકલીફ દેખાય કે તરત જ વહેલી તકે ટેસ્ટ કરાવવા માટે અનુરોધ કર્યો હતો. સમયસરની સારવાર વધુ તકલીફોથી બચાવી શકે છે અને પોતે અને પરિવાર બચી શકે છે.