અમરેલી અમર ડેરીને આઇએસઓ પ્રમાણપત્ર મળ્યું

અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમર ડેરી સહકારી ધોરણે ચાલતી અમૂલ બ્રાન્ડ સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા છે. અમૂલ બ્રાન્ડ વિશ્ર્વ વિખ્યાત બ્રાન્ડ છે. અને તેની દૂધની બનાવટો ગ્રાહકોના દિલ ઉપર છેલ્લા 60 વર્ષથી રાજ કરે છે. આપણી અમરેલીની અમર ડેરી ટોટલ કવોલીટી મેનેજમેન્ટના નિતિ નિયમોનું ચુસ્ત પણે પાલન કરે છે. હાલમાં યુનાઇટેડ કિંગડમ (UK) માં આવેલ બ્યુુરો ઓફ વેરીટાસ સર્ટીફિકેશન દ્વારા અમર ડેરીને ISO – 22000 અને ISO -9001 સર્ટીફિકેટથી નવાજવામાં આવેલ છે. કારણ કે અમૂલ બ્રાન્ડ ડેરી ગ્રાહકોની જરૂરીયાત અને અપેક્ષાઓ સંતોષીએ છીએ. દૂધ ઉત્પાદક સભાસદો અને અમરેલી સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં કામ કરતા કર્મચારીઓની આર્થિક અને સામાજીક સ્થિતીઓમાં પ્રતિ વર્ષ સુધારા કરવા પ્રયત્નો કરીએ છીએ. વધ્ાુમાં જણાવવાનુ કે અમારા દૂધ સંઘનો હેતુ છે કે સ્વચ્છ દૂધ ઉત્પાદન કરાવી સારી ગુણવંતા વાળુ દૂધ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લઇ મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વચ્છ ગુણવંતા વાળુ દૂધ અને દૂધની બનાવટો અમારા માનવતા ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ. ISO સ્ટાર્ન્ડડના બધા મૂલ્યોને ધ્યાનમાં રાખી અમર ડેરીને આ સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. જે અમર ડેરીના મેનેજીંગ ડીરેકટર ડો. આર.એસ.પટેલ કે.જે. ભારત સરકારમાં વૈજ્ઞાનિક તરીકે પણ 20 વર્ષ સુધી સેવા આપેલ હતી. તેમના અને કર્મચારીઓના અથાગ પ્રયત્નો અને મહેનતના લીધ્ો અમર ડેરીને ISO – 22000 અને ISO -9001સર્ટીફિકેટ પ્રાપ્ત થયેલ છે. જેનો અમર ડેરી પરિવાર રાજીપો વ્યકત કરે છે. તેમ અમર ડેરીની અખબાર યાદીમાં જણાવેલ છે.